<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

પડધરીના ભાયુના દોમડા ગામે રામજીભાઇ પર પાઇપથી હુમલો

મજૂરીએ આવતાં મહિલાના દિકરાઓએ પૈસા મામલે માર માર્યાનો આક્ષેપઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: પડધરી તાબેના ભાયુના દોમડા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં રામજીભાઇ મુળજીભાઇ પરમાર (ઉ.વ.૬૫) ઉપર ગામમાં જ રહેતાં કેશુબેન નામના મહિલાના દિકરાઓએ પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. રામજીભાઇએ કહ્યું હતું કે-કેશુબેન મજુરીએ આવ્‍યા હોઇ તેને દાડી મુજબના પૈસા ચુકવી દીધા હતાં. પરંતુ તે પહેલા જ દિવસે મજુરીએ આવ્‍યા ત્‍યારે પડી ગયા હોઇ તેની સારવારના ખર્ચના પૈસા તેણીના દિકરાઓએ મારી પાસે માંગી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પડધરી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(11:24 AM IST)