News of Friday, 22nd August 2025
હવે ‘લૂંટેરા ભાજપ' અને ‘સૂતેલા કોંગ્રેસ'ને રાજકીય રીતે સ્થાનિક સ્વરાજ ચૂંટણી જીતી ઘર ભેગા કરશું: રેશમા પટેલ
આમ આદમી પાર્ટી પરિવારવાદ, પૈસા વાદથી ઉપર ઉઠીને સમાન્ય ઘરમાંથી આવતા યુવાનો મહિલાઓને ચૂંટણી લડાવશે જે જનતા માટે મજબૂત નેતૃત્વ પૂરું પાડશેઃ રેશ્મા પટેલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૨: આપ નેતા રેશ્મા પટેલે કે ગુજરાતમાં ભાજપનો ત્રાસ ૩૦ વર્ષથી પ્રજા સહન કરે છે, ૩૦ વર્ષના કુશાસનમાં ભાજપ ખાલી વિકાસની, સુવિધાની, સુરક્ષાની, રોજગારીની, નોકરીની, ખેડૂતોની વાર્તા કરી અને પ્રજાના ટેક્સના રૂપિયે જાહેરાતો કરી અને ગુજરાતના રૂપિયાનો ધુમાડો કર્યો, ઉપરથી વધારાનું ગુજરાતને ૪.૯૦ લાખ કરોડના દેવાની ભેટ આપીને આજ આપડા ગુજરાતને દેવામાં ડુબાડિયુ છે.
રેશ્મા પટેલે કહયું કે, અનેક કૌભાંડો, અસંખ્ય સમસ્યાઓ, અસુરક્ષા અને ભ્રષ્ટાચાર, ખેડૂતો પશુપાલકોને મોત આપી, ગરીબના અનાજમાં લૂંટ કરી, સસ્તા અનાજના કૂપનો બંધ કરવા નોટિસો આપી, મહિલાઓને ડર આપ્યો, રોડ ઉપર મંગળસૂત્રો લૂંટયા, મહિલાને જીવતી સળગાવી, યુવાનોને ડ્રગ્સ-દારૂ આપિયા પાયમાલ કર્યા, નાના બાળકોને જીવતા સળગાવ્યા, પાણીમાં ડુબાડ્યા, ટોલટેક્સમાં લૂંટિયા, દવાખાના, શિક્ષણ, રોડ રસ્તા પાણીમાં લૂંટયા છે. લૂંટેરા ભાજપની રોજ એક નવી વાર્તા ગુજરાત વાંચે છે અને હવે લૂંટેરા ભાજપને મૂળિયામાંથી ઉખાડવાનો સમય પાકી ગયો છે, ભાજપના આ બધા ખોટા કામનો મોટો ભાગીદાર કોંગ્રેસ છે એ પકડાઈ ગઈ છે, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની ફરજ જનતાના આશુ લૂછવાના હોઈ છે પણ અત્યાર સુધી ભાજપ એ તાયફા કર્યા અને કોંગ્રેસે તાળીયો પાડી, આ છે સૂતેલી કોંગ્રેસનો સાચો ચહેરો, તેમ રેશ્મા પટેલે જણાવ્યું છે.
આમ આદમી પાર્ટી ઉપર આજ ખૂબ મોટો વિશ્વાસ છે. ગુજરાતમાં અમારી સભાઓમાં લોકો ખૂબ જોડાઈ છે, અને ભાજપ સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડવા અને જીતવા ત્યાર છે, આમ આદમી પાર્ટી પરિવારવાદ, પૈસા વાદ, થી ઉપર ઉઠીને સમાન્ય ઘરમાંથી આવતા યુવાનો મહિલાઓને ચૂંટણી લડાવશે જે જનતા માટે મજબૂત નેતળત્વ પૂરું પાડશે.
મહિલા પ્રતિનિધિત્વ ખાલી ચોપડા ઉપર કરે છે, વહીવટો પરિવારનો પુરુષ કરે છે, અમે મજબૂત નેતળત્વ જનતાને આપી શકીએ જે સાચા અર્થમાં જનતાના કામ કરે, અને ડરની રાજનીતિ ખતમ કરવા ચૂંટણી લડાવીશું. અને તેની પૂર્વ ત્યારીના ભાગ રૂપે અમે દાવેદારી ફોર્મ બાર પાડ્યું છે, ગુજરાતના યુવાનો, મહિલાઓ જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા હોઈ તે આ ફોર્મ ભરી જમા કરાવી શકે છે, તેમ રેશ્મા પટેલે જણાવ્યું છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
