<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

તત્‍કાલીન એસપી પ્રેમસુખ ડેલૂની અધ્‍યક્ષતામાં ‘પોલીસ એ પ્રજાનો મિત્ર છે' તે સૂત્ર જામનગર પોલીસ તંત્ર એ સાર્થક કરી બતાવ્‍યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા ૨૨, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની અધ્‍યક્ષતામાં છેલ્લા ૩ વર્ષના સમયગાળા દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા અનેક અસરકારક કાર્યવાહી કરીને ચાંપતા પગલાઓ ભરવામાં આવ્‍યા છે, અને ‘પોલીસ એ પ્રજાનો મિત્ર છે' તે સૂત્ર ને સાર્થક કરવાના ભાગ રૂપે ગુન્‍હાખોરી ડામી દેવા ઉપરાંત ગરીબ પ્રજાને વ્‍યાજખોરોની ચૂંગાલમાંથી બચાવવા, સાયબર ફ્રોડ માંથી પણ અનેક લોકોને ઉગારવા, ગરીબ લોનમેળા યોજીને નાના વર્ગના લોકોને સહાયરૂપ થવા તેમજ ઓક્‍સિજન પાર્ક જેવું નિર્માણ કરીને શહેરના પર્યાવરણ પ્રોગ્રામમાં પણ મદદરૂપ થવા અને નારી સશક્‍તિકરણ સહિતના અનેક કાર્યક્રમો જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્‍યા છે, અને ખરા અર્થમાં ‘પોલીસ એ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર જામનગર શહેર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સાર્થક કરીને બતાવ્‍યું છે.

પર્યાવરણ પ્રત્‍યે પ્રમ તો એવો કે, જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ વિભાગ તથા એચ.ડી.એફ.સી બેન્‍કના સંયુક્‍ત સાહસથી મિયાવાકી પ્રોગ્રામ અંતર્ગત હાલ ૨૫૦૦૦ (પચીસ હજાર) વૂક્ષોનુ વાવતેર કરી ઓક્‍સીજન પાર્કનુ નિર્માણ કરવામા આવેલ તેમજ પક્ષીઓને અનુકુળ વાતાવરણ મળી રહે તે સારૂ ફળદાયક વ્રુક્ષોનુ વાવેતર કરી તેનો યોગ્‍ય ઉછેર કરીને સારી રીતે જતન કરી સુવ્‍યવસ્‍થિત બગીચો બનાવીને પોલીસ કર્મચારીઓ માનસિક તેમજ શારિરીક સ્‍વસ્‍થ રહે તે સારૂ અમળત વાટીકા બનાવવામાં આવેલ સાથે સાથે ૮૮ આંબા, ૫૫ નાળિયેરીના જાંબુ, ચિકુ, સીતાફળ,જામફળ સહિતના અલગ અલગ ૪૮ ફ્રુટ મળી ૧૮૮ રોપા ને આયાત કરી અમળત વાટીકા પણ બનાવવામાં આવેલ.તેમજ પોલીસ હેડ કવાર્ટરમાં નવા એસ.પી. ઓફીસ બિલ્‍ડીંગ બનવામા નડતર રૂપ વળક્ષો કાપવાની જરૂર જણાતી હતી પણ તે વળક્ષોને ન કાપીને રેલોકેટ કરાવવામા આવ્‍યા હતા.

રાષ્‍ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખતરા રૂપ ગણાતા લેન્‍ડિંગ પોઇન્‍ટ જેવા કે દરિયાકાંઠા પર આવેલા જુદા-જુદા ટાપુઓ, કે જેમાં ખાસ કરીને પીરોટન ટાપુ પર ઘણા વર્ષોથી ધાર્મિક સ્‍થળ સહિતના અનેક દબાણો હતા, અને ત્‍યાંથી ગેર પ્રવળતિઓ પણ ચાલતી હોવાની શંકાઓ ઉઠી હતી, અને રાજ્‍ય સરકારના આદેશ અનુસાર જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને ટાપુ પરથી એક સાથે નવ જેટલા મોટા મોટા ધાર્મિક દબાણો વગેરે દુર કરાવીને સરકારની કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી દેવામાં આવી છે અને અસામાજિક પ્રવળત્તિ માટે શંકાશીલ હોય એવા તમામ વ્‍યક્‍તિઓની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે.

આ ઉપરાંત અન્‍ય ટાપુઓ ઉપર પણ આ જ પ્રકારેની અસરકારક કામગીરી કરવામાં આવી હતી, જેનું જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ એ જાતેજ મોનિટરિંગ કર્યું હતું. આ ઉપરાંત જામનગર જિલ્લાના વહીવટી તંત્ર કલેકટર કચેરી, રેવન્‍યુ વિભાગ તેમજ જામનગર મહાનગરપાલિકા વગેરેની સાથે રહીને જામનગર શહેર જિલ્લામાં અનેક અનઅધિકળત દબાણો દૂર કરવા માટેની અસરકારક કામગીરી કરી હતી, જેના અનુસંધાને સમગ્ર શહેર જિલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા ધાર્મિક સ્‍થળો સહિતના અનેક દબાણો વગેરે દુર કરવામાં આવેલ હતા, અને આશરે ૧૯,૫૬,૪૭૦ ચોરસ ફુટ જગ્‍યા ખુલ્લી કરાવાઈ છે, જેની અંદાજિત ૩૯૯.૬૬ કરોડ જેટલી થવા જાય છે. જે સમગ્ર જિલ્લામાં ખૂબ જ અસરકારક કામગીરી કરાઈ છે અને મોટાભાગના સ્‍થળો પર એસ.પી. પ્રમસુખ ડેલૂ જાતે હાજર રહ્યા છે તેમજ કોઈપણ ઙ્કકારની કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ખોરવાય નહી તેનું સતત મોનીટરીંગ કર્યું છે અને પ્રત્‍યેક સ્‍થળે વિના વિઘ્‍નએ તમામ દબાણો દૂર કરી લેવાયા છે.

ગરીબ પરિવારના લોકો, કે જેઓ વ્‍યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હોય, તેવા લોકોને વ્‍યાજખોરોના ત્રાસ માંથી મુક્‍તિ અપાવવા માટે પણ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું.

રાજ્‍ય સરકારના આદેશ અનુસાર જામનગર શહેર અને જિલ્લામાં અનેક સ્‍થળે પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્‍યા હતા, અને સ્‍થાનિક રહેવાસીઓ કોઈ પણ પ્રકારના ડર રાખ્‍યા વિના વ્‍યાજખોરો સામે ફરિયાદ નોંધાવે, તેના અનુસંધાને કાર્યવાહી કરી હતી. તેની ભારે અસર જોવા મળી હતી, અને સમગ્ર જિલ્લામાં સંખ્‍યાબંધ ગુન્‍હાઓ દાખલ કરવામાં આવ્‍યા હતા, તેમજ અનેક નાગરિકોને વ્‍યાજખોરીમાંથી મુક્‍ત કરાવીને વ્‍યાજખોરો ને જેલની પાછળ ધકેલી દેવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉપરાંત ગરીબ પ્રજાની મદદ માટે લોન મેળાઓ પણ યોજવામાં આવ્‍યા હતા, જેમાં ખાસ કરીને રાજકોટ રેન્‍જ ના આઈ.જી.પી.શ્રી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ દ્વારા  લોક દરબાર યોજવામાં આવ્‍યા હતા, જેમાં અનેક ગરીબ લોકોને હાજર રખાવી તેઓના જરૂરિયાત મુજબના ધંધા ને અનુરૂપ જુદી જુદી બેંકમાંથી લોન અપાવી દીધી હતી, અને તેમાં પોલીસ વિભાગ ગરીબ પરિવારના જામીન તરીકે ઉભો રહ્યો હતો. જેથી અનેક નાના ધંધાર્થીઓ માટે બેંકના દ્વાર ખુલ્‍યા હતા, અને સ્‍થળ પર જ લોનના ચેક અપાયા હતા.

એસ.પી. તરીકેનો પ્રેમસુખ ડેલૂ એ ચાર્જ સંભાળ્‍યાથી અત્‍યાર સુધીના સમયગાળા દરમિયાન જિલ્લામાં લોકોની વચ્‍ચે રહી લોકોના અનેક પ્રશ્‍નોને વાચા આપીને સમાજ જીવનના તમામ વર્ગના લોકો માટેના પર્યાવરણ અને લોકજાગળતિ સહિતના અનેક કાર્યક્રમો કરીને ‘પોલીસ એ પ્રજાનો મિત્ર છે' તે સૂત્રને સાર્થક કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.તેઓની લોકો વચ્‍ચે રહેવાની આ સૌથી સારી પ્રવળતીના લીધે આરોપીઓમા હંમેશા એવો ડર રહેતો કે  એસ.પી. તેઓને પોતાની ઓફીસ પર ના બોલાવી લે.  એસપી ના આવા નક્કર પગલાથી જામનગરના યુવાનો અને બાળકોમા તેઓને લઇને હંમેશા ક્રેઝ રહેતો કે એસ.પી. પ્રેમસુખ ડેલૂ  રીયલ લાઇફના સાચા સિંઘમ છે. 

(1:18 PM IST)