તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 22nd August 2025
પહેલા માળની બાલ્કનીમાંથી મહિલાનો પગ સ્લીપ થયો અને સીધો હાથમાં ગ્રીલનો સળીયો આરપાર ઘૂસી ગયો: કેવી રીતે થયો બચાવ? જુઓ વીડિયો
કચ્છના મોટા લાયજા ગામમાં સર્જાયો વિચિત્ર અકસ્માત

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કલ્પના કરો કે પ્રથમ માળે બાલકનીમાંથી કપડા સૂકવતી વખતે પગ લપસી જાય અને નીચે ગેટની લોખંડની ગ્રીલનો સળીયો હાથની આરપાર ઘૂસી જાય તો? કલ્પના પણ ધ્રુજાવી દે એવી છે. કચ્છના
માંડવીના મોટા લાયજા ગામે આવો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કપડાં સૂકાવવા જતા કાશ્મીરા નામના મહિલાનો પગ સ્લીપ થયો હતો અને મહિલાનો હાથ દીવાલની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. ગ્રીલનો લોખંડનો સળીયો મહિલાના હાથમાં આરપાર ઘુસી ગયો હતો. જોકે, સદનસીબે ગામમાં ડોક્ટર હોઈ એમને સ્થળ પર બોલાવાયા હતા. અનુભવી અને કુશળ તબીબે ખૂબ જ કુશળતા પૂર્વક હાથમાંથી સળિયાને બહાર કાઢ્યો હતો.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
