<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

જામનગર શહેર અને આસપાસના વિસ્તારના ૫૦૦ થી વધુ જરુરીયાત મંદ બાળકોએ શ્રાવણી મેળાની મોજ માણી પ્રફુલ્લિત થયા

રાઈડના સંચાલકોનો નાના ભૂલકાઓની ખુશીમાં વધારો કરવાનો વિનમ્ર પ્રયાસ: ધારાસભ્ય- મેયર સહિતના અગ્રણીઓ સાક્ષી બન્યા

જામનગર: જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે મેળની રાઈડના સંચાલકો વગેરે દ્વારા શહેર અને આસપાસના વિસ્તારની જુદી જુદી સંસ્થાના જરૂરિયાતમંદ બાળકો, કે જેઓ પણ મેળાની મોજ માણી શકે, તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને કેટલીક એનજીઓ સંસ્થાના સહયોગથી અંદાજે ૫૦૦ થી પણ વધુ બાળકોએ જુદી જુદી રાઈડમાં બેસીને મેળાની મોજ માણી હતી, અને મેળા નો આનંદ ઉઠાવ્યો હતો. જેમાં શહેરના ધારાસભ્ય- મેયર સહિતના મહાનુભાવો, એનજીઓ સંસ્થાના અગ્રણીઓ વગેરે સાક્ષી બન્યા હતા.
 જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે, ત્યારે મેળાની રાઈડ ના સંચાલક એવા શબીરભાઈ અખાણી ઉપરાંત અન્ય રાઇડ સંચાલકો નિલેશભાઈ મંગે, જીગ્નેશભાઈ નંદા, હિતેશભાઈ ભાનુશાળી, યુનુષભાઈ શાહમદાર,બાબાભાઈ ખફી,સલીમભાઈ ખફી વગેરે સાથે મળીને એનજીઓ સંસ્થાના સહયોગથી ૫૦૦ થી વધુ બાળકોને માટે મેળાનું મનોરંજન પૂરું પાડ્યું હતું.
 શહેર અને આસપાસ વિસ્તારની સંસ્થાના તમામ બાળકોએ સવારે ૧૦.૦૦ વાગ્યાથી લઈને બપોરે ૧.૦૦ વાગ્યા સુધી જુદી જુદી રાઇડ્ઝમાં બેસીને મેળાનો આનંદ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તમામ માટે ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત અનિલભાઈ તમામ બાળકોને કેન્ડી નો નાસ્તો પણ કરાવ્યો હતો.
 આ વેળાએ જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નગરના મેયરપ વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ અધ્યક્ષ મનીષભાઈ કટારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અને તમામ ભૂલકાઓની ખુશીમાં વધારો કરીને સાક્ષી બન્યા હતા.
 જામનગરમાં એનજીઓ સંસ્થા ચલાવતા પ્રદીપસિંહ વાળા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા તમામ નાના ભૂલકાઓને મેળામાં આવવા જવા માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, અને તમામ બાળકોની સાથે રહીને ખુશી વ્યક્ત કરી હતી. આ વેળાએ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ન્યાયાધીશ ભાવિન ભોજાણી પણ ઉપસ્થિત રહ્યા હતા

(6:20 PM IST)