તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજાઇ
કલેક્ટરએ વિવિધ કામોનું હાલનું સ્ટેટસ જાણી લગત અધિકારીઓને આ કામો પૂર્ણ કરવા સૂચનો આપ્યા

જામનગર :જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંગે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
જેમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી થયેલ કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં લોકોની સુવિધા અને સુખાકારીમાં ઉમેરો કરતા જે કામોને મંજૂરી આપવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરએ વિવિધ કામોનું હાલનું સ્ટેટસ જાણી લગત અધિકારીઓને આ કામો પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરીદડ ગામમાં ૧૦.૫૦ લાખના ખર્ચે સાંસ્કૃતિક હોલ, રૂ.૫ લાખના ખર્ચે સ્મશાન છાપરીનું કામ, રૂ.૨.૫ લાખના ખર્ચે સ્નાનઘાટનું કામ, રૂ.૨ લાખના ખર્ચે સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલનું કામ હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
