<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવકનો ચોથા દિવસે મૃતદેહ મળ્યો

આ પૂરના પ્રવાહમાં ભુરા વેસરા નામનો એક યુવક તણાઈ ગયો હતો: કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવકનો મૃતદેહ ચોથા દિવસે મળી આવ્યો છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે કલ્યાણપુર બસ સ્ટેન્ડ નજીકના પુલ પર પાણીનું પ્રચંડ પૂર આવ્યું હતું. આ પૂરના પ્રવાહમાં ભુરા વેસરા નામનો એક યુવક તણાઈ ગયો હતો. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક તરવૈયા, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી

     જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી હતી. શોધખોળના ચોથા દિવસે આખરે યુવકનો મૃતદેહ પાનેલી ગામ પાસેથી મળી આવ્યો હતો. આટલા દિવસો સુધી મૃતદેહ ન મળતા પરિવારજનો ભારે ચિંતામાં હતા અને મૃતદેહ મળતા તેમના આઘાતમાં વધારો થયો છે. યુવકના નિધનથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 

(12:21 AM IST)