<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

વિરમગામ-નળસરોવર રોડ પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડાયા: બે યુવકોના કમકમાટીભર્યા મોત

ટક્કર એટલી ગંભીર હતી કે બંને બાઇકના ચાલકો રોડ પર પટકાયા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમદાવાદ જિલ્લાના વિરમગામ-નળસરોવર રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવકોના કરુણ મોત નીપજ્યા હતા. આ અકસ્માત બે બાઇક સામસામે અથડાતા થયો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. વિરમગામ-નળસરોવર રોડ પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે બંને બાઇકના ચાલકો રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જોકે મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ બંને યુવકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબ્જો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.  

 

(12:24 AM IST)