<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

અમદાવાદમાં સિંધી વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો, મોરબીમાં સિંધી સમાજે આવેદન પાઠવ્યું.

સિંધી સમાજ સાથે વિશ્વ હિંદુ પરિષદ, એબીવીપીના કાર્યકરો જોડાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અમદાવાદની શાળામાં સિંધી સમાજના વિદ્યાર્થી હત્યાના વિરોધમાં આજે મોરબી સિંધી જનરલ પંચાયત દ્વારા કલેકટરને આવેદન પાઠવી પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે જે વેળાએ વિશ્વ હિંદુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવી સંસ્થાઓ પણ સાથે જોડાઈ હતી.

સિંધી વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે સિંધી જનરલ પંચાયત મોરબી દ્વારા સિંધુ ભવન ખાતેથી રેલી કાઢવામાં આવી હતી રેલી સ્ટેશન રોડ પર સિંધુ ભવનથી પાડા પુલ થઈને કલેકટર કચેરી પહોંચી હતી જ્યાં કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું ક્ષ્ચે કે તા. ૨૦ ના રોજ સેવન્થ ડે સ્કૂલ મણીનગર ખાતે ધો. ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નયન ગીરીશકુમાર સંતાનીને સ્કૂલની લોબીમાં તે શાળાના અન્ય વિદ્યાર્થીએ બહારના અન્ય છોકરાઓ સાથે નયન સંતાનીની બેરહેમીથી હત્યા કરી છે હુમલા બાદ નયન લગભગ ૩૦ મિનીટ સુધી જીવન મૃત્યુ વચ્ચે સંઘર્થ કરતો હતો દરમિયાન સ્કૂલ મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા પીડિતને સારવાર નથી આપેલ અને કોઈપણ ગંભીર પગલા લેવામાં આવ્યા નથી જે નિંદનીય છે.

પીડિત બાળકના પરિવારને ન્યાય મળે અને આ કૃત્ય કરનાર આરોપીઓને તેના સાથી મિત્રો તથા સ્કૂલ પ્રસાશન સામે કડક પગલા લેવામાં વે તેવી માંગ કરી છે

(1:25 AM IST)