News of Saturday, 23rd August 2025
આઈ.ટી.આઈ. દ્વારા ૧ સપ્ટેમ્બરે મહેન્દ્રનગર ખાતે મોરબી તાલુકા કક્ષાનો ભરતીમેળો યોજાશે
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સંયુક્ત મેગા ભરતીમેળાનું આયોજન અનિવાર્ય કારણોસર રદ થતા નવું આયોજન કરાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા. 1-9-2025ના રોજ સવારે 10 કલાકે આઈ.ટી.આઈ. મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન ક૨વામાં આવ્યું છે. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા. 1-9-2025ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /એચએસસી / આઈટીઆઈ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.
આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે
(1:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
