News of Saturday, 23rd August 2025
પૂર્વ કચ્છના સરહદી વિસ્તાર રતનપર ખડીરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: ૧૪૩ બોટલ બ્લડ એકઠું કરાયું :સેવા સાધના અને પોલીસ વિભાગ દ્વારા આયોજન
આ રક્ત થેલેસેમીયા, ડાયાલિસિસ, સગર્ભા બહેનો અને જરુરીયાત મંદ દર્દીઓ ના લાભાર્થે ઉપયોગ માં લેવામાં આવશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : પૂર્વ કચ્છના સરહદી વિસ્તાર વાગડમાં જ્યાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે એવા ખડીર દ્વિપ સમુહ ના રતનપર ખડીર ખાતે સામાજિક સંસ્થા તથા સ્થાનિક ખડીર પોલીસ, હડપ્પન હોમસ્ટેના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રતનપર (ખડીર) ગામે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. રતનપરના સરપંચ દશરથભાઈ પટેલ, હોટલ હરપ્પન હોમસ્ટે , દ્વારકાધીશ રેસ્ટોરન્ટ રતનપર,અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા સહયોગી બન્યા હતા. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ પેથોલોજી વિભાગ ના વડા ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ કાર્યરત બ્લડ બેન્ક ટીમ માં ડો.જય પટેલ,ડો.મિલન ભોજાણી,બ્લડ બેન્ક કાઉન્સેલર દર્શનભાઈ રાવલ,નિકેશ પોકાર,ડેવીડભાઇ એ સેવા આપી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોરાવીરા ના ડો.ફુલાભાઈ પરમાર,રૂપેશભાઈ ઢીલા, નિતિનભાઈ ઢીલા, ભરતભાઈ મણવર,દ્રારા સેવા આપવા માં આવી હતી. આ કેમ્પમાં ૧૪૩ બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું જે રક્ત થેલેસેમીયા, ડાયાલિસિસ, સગર્ભા બહેનો અને જરુરીયાત મંદ દર્દીઓ ના લાભાર્થે ઉપયોગ માં લેવા માં આવશે કેમ્પ દરમિયાન ખડીર પીઆઇ એમ.એન.દવે, જયરામભાઈ ઢીલા, સચીનભાઈ ઢીલા, વિષ્ણુભાઈ ચાવડા, દશરથસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, ધમભા સોઢા મોહનભાઈ ઢીલા, કરશનભાઈ ગઢવી, પોપટજી ઠાકોર, પ્રદિપભાઇ ઢીલા , અમીતભાઈ છાંગા, લાલજીભાઈ રબારી અને સરપંચ દશરથભાઈ એ વ્યવસ્થા સંભાળી હતી. અગાઉ પણ બે વખત સેવાકીય પ્રવૃત્તિઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
