<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

પહેલા માળની બાલ્‍કનીમાંથી મહિલાનો પગ સ્‍લીપ થયો અને સીધો હાથમાં ગ્રીલનો સળીયો આરપાર ઘૂસી ગયો : જુઓ વિડિયો

કચ્‍છના મોટા લાયજા ગામમાં સજાયો વિચિત્ર અકસ્‍માતઃ કેવી રીતે થયો બચાવ? વીડીયો વાયરલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩: કલ્‍પના કરો કે પ્રથમ માળે બાલકનીમાંથી કપડા સૂકવતી વખતે પગ લપસી જાય અને નીચે ગેટની લોખંડની ગ્રીલનો સળીયો હાથની આરપાર ઘૂસી જાય તો? કલ્‍પના પણ ધ્રુજાવી દે એવી છે. કચ્‍છના માંડવીના મોટા લાયજા ગામે આવો વિચિત્ર અકસ્‍માત સર્જાયો હતો. કપડાં સૂકાવવા જતા કાશ્‍મીરા નામના મહિલાનો પગ સ્‍લીપ થયો હતો અને મહિલાનો હાથ દીવાલની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. ગ્રીલનો લોખંડનો સળીયો મહિલાના હાથમાં આરપાર ઘુસી ગયો હતો. જોકે, સદનસીબે ગામમાં ડોક્‍ટર હોઈ એમને સ્‍થળ પર બોલાવાયા હતા. અનુભવી અને કુશળ તબીબે ખૂબ જ કુશળતા પૂર્વક હાથમાંથી સળિયાને બહાર કાઢયો હતો.

(11:11 AM IST)