News of Saturday, 23rd August 2025
પત્નિ રાજકોટ રિસામણે જતાં ગોંડલના ભગીરથે ઝેર પીધું
યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ૨૩: ગોંડલમાં વ્હોરા કોટડા રોડ પર રહેતાં ભગીરથભાઇ કિશોરભાઇ મારૂ (ઉ.વ.૩૩) નામના યુવાને રાતે સાડા નવેક વાગ્યે ઘર નજીક આવેલા પાલવ બગીચા પાસે ઝેર પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગોંડલ બી-ડિવીઝનમાં જાણ કરવામાં આવી હતી.
ભગીરથભાઇ કારખાનામાં અને છુટક મજૂરી કરે છે. તેને સંતાનમાં બે દિકરા છે. સગાના કહેવા મુજબ ભગીરથભાઇની પત્નિ સંગીતા બે દિવસ પહેલા ઝઘડો કરી રાજકોટ માવતરે જતી રહેતાં માઠુ લાગતાં તેણે આ પગલુ ભર્યુ હતું. ભગીરથભાઇને નશાની આદત હોઇ તેના કારણે ઝઘડો થયાનું પણ સગાએ કહ્યું હતું. ગોંડલ પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. (૧૪.૫)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
