<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

જામનગરના બજરંગપુર ગામના મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન: દુકાનોના શટર તોડીને તસ્કરી

મંદિરની દાનપેટીમાંથી રોકડની તેમજ અન્ય દુકાનોમાંથી એગ્રોની દવા સહિતની ચીજવસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયા

જામનગરના બજરંગપુર ગામના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંદિરને નિશાન બનાવી 6 હજારનું પરચુરણ ચોરી કરી ગયા હતા  મંદિર બાદ ગામની દુકાનોના શટર તોડી તસ્કરો પ્રવેશ્યા. હતા. અને દુકાનોમાંથી મામૂલી રોકડ તેમજ એગ્રો દુકાનમાંથી દવાનો જથ્થો ઉપાડી ગયા હતા . મંદિરની દાનપેટીમાંથી રોકડની તેમજ અન્ય દુકાનોમાંથી એગ્રોની દવા સહિતની ચીજવસ્તુઓ તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઈ છે. પંચ એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:34 AM IST)