<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

કલ્‍યાણપુરમાં નીલકંઠ મહાદેવ પાસેથી તણાયેલા શખ્‍સની લાશ પાનેલી પાસેથી મળી !!

 

ખંભાળીયા, તા., ર૩ : કલ્‍યાણપુર તાલુકામાં જામ રાવલ પાસે તથા કલ્‍યાણપુર પાસે એમ બે સ્‍થળે બે લોકો પાણીના પુરમાં તણાયા હતા. જામરાવલ પાસે પીજીવીસીએલનો કર્મચારી બાઇક સાથે તણાતા તેનો તો સ્‍થાનીકોએ ટ્રેકટરની મદદથી બચાવ કર્યો હતો. પરંતુ કલ્‍યાણપુર નીલકંઠ મહાદેવ પાસે ભુરાભાઇ વેસરા નામનો યુવક તણાઇ ગયો હતો. આ યુવકનું રેસ્‍કયુ કરવા કલ્‍યાણપુર મામલતદારની ડીઝાસ્‍ટર ટીમ એન.ડી.આર.એફ.ના જવાનો તથા ખંભાળીયા ફાયર બ્રીગેડના જવાનો ચાર દિવસથી રેસ્‍કયુ કરતા હતા. જેમાં ખંભાળીયા ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી.

ચીફ ફાયર ઓફીસર મીતરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં ગયેલ જયરાજસિંહ જાડેજા તથા હરજુગ ગઢવી અને ટ્રેઇની કર્મચારીઓની ટીમે કલ્‍યાણપુરથી નજીક અને તેનાથી દુર ચાર-પાંચ કિલોમીટર સુધી બોટમાં તપાસ કરતા કલ્‍યાણપુરથી સાડા ચાર કિ.મી. દુર પાનેલી ગામ પાસે ભુરાભાઇનો મૃતદેહ એક ઝાળીમાં ફસાઇ ગયેલ હાલતમાં મળી આવતા તેને હોસ્‍પીટલમાં પીએમ માટે મોકલાયો હતો.

(11:40 AM IST)