News of Saturday, 23rd August 2025
બોટાદના કોમલ મંડપના પ્રણેતા હાજી હમીદ ખાન પઠાણના પિતા હાજી અબ્દુલ ગફારભાઈનું અવસાન
કુરાન શરીફ પઠન કરતી વેળા હ્દયરોગનો હૂમલો આવ્યો

વઢવાણ, તા. ર૩: બોટાદના કોમલ મંડપ સર્વિસના પ્રણેતા હાજી હમિદ ખાન પઠાણના પિતાશ્રી હાજી અબ્દુલ ગફારભાઈ જેવો રેલવેના કર્મચારી હતા અને છેલ્લા કેટલાક સમયથી નિવળત્ત જીવન વિતાવતા હતા ત્યારે જેવો કુરાન શરીફની તિલાવત કરી રહ્યા હતા તેવા સમયે જ અચાનક જ હૃદય રોગનો હુમલો આવતા પ્રાણ ઘાતક નીવડયો હતો ત્યારે પરિવારમાં અચાનક જ આવી ઘટના બનતા ભારે શોકનો માવલ છવાઈ જવા પામ્યો હતો.
સગા તોહી સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જનાજા યાત્રામાં જોડાયા હતા અને અચાનક જ આ મિલનસાર સ્વભાવ અને હસમુખો સ્વભાવ અને સદાય તેમનું કોઈપણ વ્યક્તિને પ્રેરણાદાયી કાર્ય થી કાયમ વાતચીત કરનાર આવા વ્યક્તિનું અચાનક જ દુઃખદ અવસાન થતા લોકોએ પણ શોક વ્યક્ત કરી કરેલ.
પરિવારમાં હાજી અબ્દુલ ગફારભાઈ ના ભાઈઓ બહેનો તેમજ પરિવારમાં માતળશ્રી હાજિયાણીમાં જૈતુનબેન તેમજ પુત્ર હાજી હમીદ ખાન ખાન પઠાણ તેમજ પુત્ર યુસુફ ખાન પઠાણ પુત્રી યાસ્મીન બેન ફિરોઝાબેન સબાના બેન તેમજ જમાઈ યુનુસભાઈ અમરેલી ઝાહિદ ભાઈ વઢવાણ તેમજ સલીમભાઈ ભાવનગર તેમજ અકીલ શકીલ એજાજ રિયાઝ ફેઝાન સહિતના બોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.
જ્યારે તેમની ત્રીજીયાની ઝિયારત બોટાદ ખાતે રેલવે પુરાની મસ્જિદ ખાતે સવારે ૯:૦૦ વાગ્યે રાખવામાં આવી છે જ્યારે મહિલાઓ માટેની ઝિયારત તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
