News of Saturday, 23rd August 2025
પોરબંદરના ખાંભોદરમાં પતિ દ્વારા પત્નીની હત્યા પાછળ ઘર કંકાસનું કારણ
મધ્યપ્રદેશથી ખેતમજૂરી કરવા આવેલા પતિ અને પત્નિ વચ્ચે ત્રણેક દિવસથી ઘરમાં દરરોજ ઝઘડા થતાં હતાઃ નાસી ગયેલા પતિને શોધવા પોલીસ દ્વારા તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ :.. બરડા પંથકમાં ખાંભોદરમાં પરપ્રાંતિય યુવાને તેની પત્નીની હત્યા કરી નાખી તેની પાછળ ઘર કંકાસ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.
ખાંભોદરમાં ખેતરમાં મજૂરી કરતા મુકેશ જગતસિંહ અલવા તથા તેની પત્ની ભગવતીબેન મુકેશભાઇ બન્ને રહેવાસી મુળ મધ્યપ્રદેશવાળા વચ્ચે ઘર કંકાશ ચાલતો હતો અને ત્રણેક દિવસથી દરરોજ પત્ની અને પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. પતિ મુકેશે આ ઘરકંકાસને કારણે ઉશ્કેરાઇ જઇને મોકો શોધીને તિક્ષ્ણ હથિયારના ઉપર ઉપર ઘા મારી ભગવતીબેનની હત્યા કરી નાખી હતી.
બગવદર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ સમજૂબેન ખીમાભાઇ રે. ખાંભોદરએ નોંધાવી હતી. પોલીસે મુકેશ જગતસિંહ સામે હત્યાનો ગુન્હો નોંધીને હત્યા કરીને નાસી ગયેલ પતિ મુકેશને શોધવા તપાસ શરૂ કરી છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
