News of Saturday, 23rd August 2025
શ્રાવણ મહિનો પુરોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં પિતૃતર્પણ કરતા ભાવિકો
આજે પિતૃતર્પણનો અનોખો મહિમાઃ અનેક જગ્યાએ ભાદરવી અમાસ નિમિતે લોકમેળા યોજાયા

પ્રથમ તસ્વીરમાં આજે શ્રી સોમનાથ મહાદેવને અન્નકુટ મહા શ્રંૃગાર કરાયા તે નજરે પડે છે. બીજી તસ્વીરમાં કોળીયાદ મંદિર તથા ત્રીજી તસ્વીરમાં ભાવનગરમાં પિતૃતર્પણ કરતા ભાવિકો નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ (વેરાવળ), મેઘના વિપુલ હિરાણી (ભાવનગર)
રાજકોટ તા. ર૩ :.. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. આજે ભાદરવી અમાસ નિમિતે ભાવિકો પિતૃતર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
આજે અનેક જગ્યાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકમેળા યોજાયા છે અને ભાવિકો લોકમેળાનો લાભ લઇ રહ્યા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :. શ્રાવણમાસની અમાસનો પવિત્ર દિવસ માત્ર ધાર્મિક અનુષ્ઠાન માટે જ નહીં પરંતુ પર્યાવરણ અને જીવદયા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભારત દેશના શિવ મંદિરોમાં જઈને દેશની ધર્મ પ્રેમી અને સનાતન પ્રેમી જનતા આસ્થા સાથે પોતાના પિતળઓના મોક્ષાર્થે પીપળાના પવિત્ર વળક્ષને પ્રદક્ષિણા કરી પાણીનું તર્પણ કરે છે. પર્યાવરણની જાણવણી માટે વળક્ષો, પક્ષીઓ અને નાના જીવજંતુઓને પાણી આપવું એ સંસ્કળતિ અને ધર્મમાં સદીઓથી ચાલતી પરંપરા છે. શ્રાવણ માસની અમાસના દિવસે પીપળાઓને પાણી આપવાથી માત્ર પિતળતર્પણ જ નહીં, પણ જીવદયાનું મહાન સંદેશ પણ ફેલાય છે.
જૈન, હિન્દુ અને અન્ય ધાર્મિક માન્યતાઓ મુજબ જીવનના દરેક જીવ પ્રત્યે કરુણા રાખવી એ દરેક ધર્મની નૈતિક ફરજ છે. અત્યારના સમયમા નાના અબોલ જીવો, પશુ-પક્ષીઓને પીવાના પાણીની અતિ જરૂરિયાત હોય છે. જ્યારે આપણે નાના પીપળાઓ, પંખીઓ અને અન્ય જીવજંતુઓને પાણી આપીએ છીએ, ત્યારે તે માત્ર જીવન બચાવવાનું કાર્ય નથી, પણ જીવનની સાચી પદ્ધતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ પણ દર્શાવે છે.
શ્રાવણ માસમાં અમાસ પર પીપળે પાણી રેડવું એ આપણું પર્યાવરણ પ્રત્યેનું યોગદાન પણ છે ગરમી અને તાપમાનથી થાકેલા નાના જીવોને પાણી આપવું તે કાર્ય બાળકો, યુવાનો અને સમાજના તમામ સભ્યો માટે જીવદયા અને પર્યાવરણ શિક્ષણનો ઉત્તમ માર્ગ પણ છે.
વિશ્વમાં જીવદયાનું મહિમા જાણીતું છે પ્રાણીઓ પ્રત્યે કરુણા બતાવવાથી માત્ર જીવો સુરક્ષિત રહેતા નથી, પણ આપણા જીવનમાં મનની શાંતિ, આનંદ અને આત્મિક સંતોષ પણ મળે છે. અમાસના પવિત્ર દિવસે પીપળાઓ અને અન્ય જીવજંતુઓને પાણી આપવું એ શ્રાવણ માસના અધ્યાત્મિક અને ધાર્મિક મહત્વને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે.તેમ મિત્તલ ખેતાણી એ જણાવ્યું હતુ.
આજે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવનગર જિલ્લાના પૌરાણિક તીર્થધામ નિષ્કલંક મહાદેવ મંદિર , કોળીયાક ખાતે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને સમુદ્ર તાાન કરી ધન્યતા અનુભવી હતી. ગોહિલવાડના નિષ્કલંક મહાદેવ તીર્થની જેમ જ મોટા ગોપનાથ મહાદેવ ધામમાં પરંપરાથી ભાદરવીના લોકમેળામાં દૂર દૂરથી ભાવિકો, યાત્રિકો, શિવભક્તો દર્શન-પૂજન સમુદ્ર તાાન તથા મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
આ ઉપરાંત સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે ભવ્ય ભાતીગળ મેળો યોજાશે તેમજ તાલુકાનાં પાટણા (ભાલ) ખાતે જંગલ વિસ્તારમાં આવેલા પાંડવ કાલીન પાર્થેશ્વર મહાદેવ ખાતે દર ભાદરવી અમાસે મેળો ભરાય છે. ગોપનાથ તીર્થમાં ચૌદશની સવારથી જ પ્રારંભ થતો બે દિવસિય ભાદરવી અમાસ નો મેળો ચૌદશની રાત્રિ દરમિયાન પણ ચાલુ રહે છે. જે આજે અમાસના દિવસે બપોર સુધી ચાલુ રહે છે.
ભાવનગર તાલુકાના કોળિયાક ગામે ભાદરવી અમાસના મેળા નિમિત્તે કોળિયાક ગ્રામ પંચાયત દ્વારા ૨૪ કલાક માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. આ ધાર્મિક પ્રસંગે નિષ્કલંક મહાદેવના દર્શન તથા તાાન માટે થઈ અંદાજે ૨ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેથી કોઈપણ પ્રકારની અગવડ શ્રદ્ધાળુઓને ના પડે એ માટે કંટ્રોલરૂમ કોળિયાક ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયો છે.
શ્રાવણ મહિનો પૂરો થવા આવતા ભાદરવી અમાસ નિમિત્તે કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરે મેળો ભરાય છે જ્યાં ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન તથા તાાન અર્થે આવતા હોય છે. જ્યાં શ્રદ્ધાળુઓને પાણી, વીજળી, દરિયામાં ડૂબવું, ખિસ્સા કાતરુ, ખોવાઈ જવું, એસટી બસ વગેરે બાબતમાં અગવડ પડે નહીં તે માટે કંટ્રોલરૂમમાં ઘોઘા ભ્લ્ત્ ગૌસ્વામી ૭૬૦૦૦૨૯૫૪૩, સિધ્ધરાજસિંહ ૯૭૨૬૨૬૯૨૯૮, મોજિકભાઈ ૭૦૧૬૫૩૬૬૯૩, કોળિયાક સરપંચ જગદીશભાઈ સોલંકી ૯૫૭૪૫૫૫૭૦૭, તલાટી મંત્રી સોલંકી ૯૭૨૪૨૪૪૪૬૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
વેરાવળ
(દિપક કકકડ દ્વારા) વેરાવળ :..
સોમનાથમા શ્રાવણના અંતિમ દિવસે અમાસ ના સોમનાથ મહાદેવના દર્શને લોકો ના ઘોડાપુર જોવા મળેલ સોમનાથ મા શ્રાવણ ના આંખો મહિના દરમ્યાન લાખો ની સંખ્યામાં લોકો પધારેલ અને સોમનાથ મહાદેવ ના દર્શને કરી ધન્ય બન્યા હતા શ્રાવણના અંતિમ દિવસે અમાસ ના રોજ સોમનાથ મહાદેવ ને અન્નકૂટ મહા શ્રળંગાર કરવામાં આવશે અને તેની સાથે સોમનાથ મહાદેવ ને શ્રાવણ માસ દરમિયાન રોજે રોજ ના શ્રળંગાર પણ પુરા થશે શ્રાવણ ના અંતિમ દિવસે સોમનાથ દર્શન માટે લોકો નો ધસારો જોવા મળેલ લોકો પગપાળા, રેલ્વે, એસટી અને પોતાના પ્રાયવેટ વાહનો દ્વારા પધારેલ છે
અમાસના લોકોના ધસારાને ધ્યાને લઇ પોલીસ તંત્ર પણ સજ્જ થયેલ છે જેમા જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ એસ આર પી,જી આર ડી સોમનાથ ટ્રસ્ટ ની સેકયુરીટી સહિત નો સ્ટાફ બંદોબસ્ત મા હાજર રહેલ
લોકોના ધસારાના ધ્યાને લઇ નગરપાલિકા અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ ચોવિસ કલાક સફાય અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
