News of Saturday, 23rd August 2025
થાનના જામવાડીમાં ઝેરી જનાવર કરડતા યુવકનું મોત

વઢવાણ તા.૨૩: થાન તાલુકાના જામવાડી ગામે દિલીપભાઈ અમલીયાના પુત્ર ગોવિંદ અમલયાને મોડી રાત્રે સૂતો હતો તે દરમિયાન ઝેરી જનાવર કરડી ગયું છે અને પ્રથમ સુરેન્દ્રનગરની થાન સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો..
પરંતુ ત્યારબાદ હાલત અત્યંત ગંભીર થઈ ગઈ હોવાના કારણે તેનું મોત નીપજવા પામ્યું છે. સંજયભાઈ વાઘેલાની વાડીએ ૧૯ વર્ષ યુવક ગોવિંદ સૂતો હતો. જનાવર કરડીયાનું ઝેર ચડતા પ્રથમ સ્થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરિવાર ઉપર પણ આભ ફાટી પડ્યું છે. પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
