News of Saturday, 23rd August 2025
મેજર ધ્યાનચંદના જન્મદિન ‘નેશનલ સ્પોટર્સ ડે'ની ઉજવણી નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ
રાજ્યકક્ષાની શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના આયોજકોને ભાગ લેવા અનુરોધ કરતા કલેકટર

જૂનાગઢ, તા.૨૩: નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ અને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫ અન્વયે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશભરમાં દર વર્ષે તા. ૨૯ ઓગસ્ટના રોજ હોકી રમતના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદના જન્મ જયંતિને નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવામાં આવે છે. જે અન્વયે સમગ્ર દેશની સાથે જૂનાગઢ જિલ્લામાં તા.૨૯ થી ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ, ગ્રામ્ય-તાલુકા તથા કોલેજમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની જાગળતિ અંગે વિવિધ પ્રવળતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨૯મી ઓગસ્ટના રોજ બીએપીએસ સ્વામીનારાયણ વિધાલય, ટીંબાવાડી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમા હોકી પેનલ્ટી શુટઆઉટ, સ્કીપીંગ રોપ, સૂર્ય નમસ્કાર, રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીનું સન્માન, મહાનુભાવોનો સંવાદ સહિતના કાર્યક્રમ યોજાશે. તા.૩૦મી ઓગસ્ટના રોજ પોલીસ હેડ કવાર્ટર, બીલખા રોડ ખાતે અધિકારીઓ - કર્મચારી તેમજ નાગરિકો માટે ગોળાફેક, ૧૦૦ મીટર દોડ, રસ્સા ખેચ, ફૂટબોલનું આયોજન કરવામાં આવશે. તા.૩૧ મી ઓગસ્ટના રોજ જૂનાગઢ મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા fit india movement" અને "Sunday on cycle કાર્યક્રમ અંતર્ગત ઝાંસીની રાણીન સ્ટેચ્યુથી મોતીબાગ સુધી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવશે.
સ્પોર્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત તા. ૨૫ ઓગસ્ટ થી ૨૮ ઓગસ્ટ સુધી દરેક શાળાઓમાં હોકી પેનલ્ટી શુટઆઉટ, ગ્રામ પંચાયતો - તાલુકાઓમા સ્કીપિંગ રોપ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કેન્દ્ર પર સૂર્યનમસ્કાર સ્પર્ધાઓ યોજાશે. જેમાં વિજેતા બનનાર સ્પર્ધકો તા. ૨૯ ઓગસ્ટના જૂનાગઢ ખાતે મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.
કલેકટરશ્રીએ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા વિશે જણાવ્યુ કે, રાજયભરમાં ગણપતિ ઉત્સવ યોજાઈ છે. વિવિધ સ્થળે બનાવવામાં આવતા ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ને ઈનામો આપવામાં આવશે. આ ઉપરાંત ૫ (પાંચ) પંડાલ કળતિને પ્રોત્સાહન માટે પસંદ કરી તેમને પણ પુરસ્કાર આપવામાં આવશે.
પોલીસવડા શ્રી સુબોધ ઓડેદરા,જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી તેજસ પરમાર પણ જોડાયા હતા.આ તકે જૂનાગઢ જિલ્લાના પ્રીન્ટ અને ઈલેકટ્રોનીક મીડિયાના પ્રતીનીધીઓ ઉપસ્થીત રહયા હતા.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
