<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

બંગાળની ખાડીમાં આવતી કાલે નવી સિસ્‍ટમ્‍સનું નિર્માણઃ ગુજરાતમાં ૨૫ તારીખ બાદ ભારે વરસાદની સંભાવનાઃ હવામાન નિષ્‍નણાત રમેશ બસીયા

 

(જયેશ ભટાસણા) ટંકારાઃ હવામાન નિષ્‍ણાત રમેશ બસીયાની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં ૨૪ ઓગસ્‍ટ, ૨૦૨૫ના રોજ નવી વાતાવરણીય સિસ્‍ટમ્‍સ (લો-પ્રેશર એરિયા) બનશે આ સિસ્‍ટમ્‍સ જો ગુજરાત તરફ આગળ વધે તો ૨૫ ઓગસ્‍ટ બાદ રાજ્‍યમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે

 બંગાળની ખાડીમાં ૨૪ ઓગસ્‍ટના રોજ એક લો-પ્રેશર એરિયા બની જે આગામી ૨૪ કલાકમાં વધુ મજબૂત બની શકે છે. આ સિસ્‍ટમ્‍સની હિલચાલ આંધ્ર પ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવવાની સંભાવના છે. જો આ સિસ્‍ટમ્‍સ ગુજરાત તરફ આગળ વધે, તો ૨૫ ઓગસ્‍ટથી રાજ્‍યમાં ભારે વરસાદનો નવો રાઉન્‍ડ શરૂ થઈ શકે છે, જે ૩-૪ દિવસ સુધી ચાલુ રહેવાની શક્‍યતા છે.

(3:09 PM IST)