News of Saturday, 23rd August 2025
જામનગરમાં શંકર ટેકરીમાં પાણીના ટાકાની દીવાલ ધરાશાયી : એક વ્યક્તિને ઈજા : વાહનોને નુકશાન
વાલ મેન વાલ બંધ કરતા ભૂલી જતા ટાકો ઓવરફલો થયો હતો જેનું પાણી ભરાતા દીવાલ ધરાશાયી થઈ હોવાનું અનુમાન

મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગરમાં શંકર ટેકરીમાં આવેલ પાણીના ટાકાની દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઇ છે.પાણીના ટાકાની દીવાલ એક એક ધરાશાયી થતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.બાજુમાં આવેલ શેરીમાં પડેલા વાહનોને નુકશાન થયું છે.
રહેણાક વિસ્તારમાં દીવાલ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી.વાલ મેન વાલ બંધ કરતા ભૂલી જતા ટાકો ઓવરફલો થયો હતો.જેનું પાણી ભરાતા દીવાલ ધરાશાયી થઈ હોવાનું અનુમાન છે.(તસવીર : કિંજલ કારસરીયા- જામનગર)
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
