<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

કુંકાવાવ-વડીયા,૨ાા,અમરેલી, ભાણવડમાં ૧ાા ઇંચ વરસાદ

બપોરે ૨:૩૦ વાગ્‍યે

રાજકોટ, તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેધાવી માહોલ વચ્‍ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વાારા) અમરેલી, અમરેલીમાં દોઢ ઇંચ તથા કુંકાવાવ-વડીયામાં અઢી ઇંચ તથા લાઠી-લીલીયામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે જયારે બગસરા, ખાંભા રાજુલા, જાફરાબાદમાં ઝાપટા પડયા છે.

ખંભાળીયા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડમાં દોઢ ઇંચ તથા દ્વારકા, કલ્‍યાણપુરમાં ઝાપટા પડયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર, ધ્રોલ, બાલાપુરમાં ઝાપટા  પડયા છે જયારે જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

(4:23 PM IST)