News of Saturday, 23rd August 2025
બીએસએફએ કચ્છમાં બોટ સાથે ૧૫ પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપ્યા
પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફએ કોરી ક્રીક વિસ્તારમાં બોટ સાથે ભારતીય જળસીમામાં ઘૂસી આવેલા શખ્સો લીધા:ઘુસણખોરોની વધુ પૂછપરછ સાથે તપાસ હાથ ધરાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ભારત પાકિસ્તાનની દરિયાઈ સરહદે પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફએ ૧૫ પાકિસ્તાની ઘુસણખોરોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ કોરી ક્રીક વિસ્તારમાં બોટ સાથે ભારતીય જળસીમામાં ઘૂસી આવેલા શખ્સો નાસવાની ફિરાકમાં હતા. પણ બીએસએફએ સતર્કતા સાથે તેમને ઝડપી પાડયા હતા. આ પાક ઘુસણખોરોની વધુ પૂછપરછ સાથે તપાસ હાથ ધરાઈ છે. તેઓ માછીમારી માટે આવ્યા હોવાનું જણાવે છે. પરંતુ જેઆઇસી ભુજમાં તેમનું એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન થશે ત્યારે પુછપરછમાં સાચી હકીકત ખૂલશે. જોકે, કચ્છનો આ ક્રીક વિસ્તાર સંવેદનશીલ છે અને મોટેભાગે માછીમારો બોટ સાથે ઘૂસી આવે છે. તો, ડ્રગ્સ પણ આ જ રુટથી માછીમારી બોટ દ્વારા ઘુસાડવામાં આવે છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
