<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th August 2025

મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં કંપનીના બે ડીરેકટરોને એક-એક વર્ષની સજા અને દંડ ફટકાર્યો

લેણા પેટે આપેલ રૂ ૭.૫૦ લાખનો ચેક પરત ફરતા ચેક રીટર્નની ફરિયાદ કરવામાં આવી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીની ફેક્ટરીને કાયદેસરના લેણા પેટે આપેલ રૂ ૭.૫૦ લાખનો ચેક પરત ફરતા ચેક રીટર્નની ફરિયાદ કરવામાં આવી હતી કેસ ચાલી જતા કોર્ટે કંપનીના બે ડીરેક્ટરોને એક એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે

કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં આવેલ સ્વેલ્કો સિરામિક એલએલપીના ભાગીદાર જયદીપભાઈ જમનાદાસભાઈ નિમાવતએ મોરબીમાં આવેલ કે માર્ક બીઝસોલ પ્રા. લી. અને તેના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહિત ચતુરભાઈ કાવર સામે વર્ષ ૨૦૧૯ માં ટાઈલ્સની ઉધાર ખરીદીની ચુકવણી પેટે આપેલ ચેક રકમ રૂ ૭,૫૦,૫૪૬ નો વણ ચૂકવ્યો પરત થતા ફરિયાદીએ આરોપી કંપની કે માર્ક બીઝ્સોલ પ્રા. લી. અને તેની કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહિત ચતુરભાઈ કાવર વિરુદ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી કેસ નં ૫૬૮૮/૨૦૧૯ થી દાખલ કર્યો હતો

કેસ ચાલી જતા ફરિયાદી સ્વેલ્કો સિરામિક એલએલપી વતી રજુ થયેલ પુરાવાઓ અને ફરિયાદીના વકીલ ચિરાગ ડી કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરેલ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એન એ ઈજનેર સાહેબે આરોપી તે કંપનીના ડાયરેકટર્સ ઉપેન્દ્ર ભગવાનજીભાઈ કાસુન્દ્રા અને રોહિત ચતુરભાઈ કાવરને એક વર્ષની સજા અને ચેકની રકમ પર ફરિયાદીને ફરિયાદ દાખલ કર્યાની તારીખથી 9 ટકા સાદા વ્યાજ સહીત વળતર પેટે દિન ૩૦ માં ચૂકવી આપવાનો ચુકાદો જાહેર કર્યો છે

જે કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી કારીઆ અને રવિ કે કારિયા રોકાયેલ હતા

(12:59 AM IST)