News of Monday, 25th August 2025
કચ્છમાં આશાપુરા મંદિર-માતાના મઢમાં ૨૧ સપ્ટેમ્બરના ઘટ સ્થાપન સાથે આસો નવરાત્રીનો પ્રારંભ
જગદંબા પૂજન, રાત્રે હોમ હવન વિધિ બાદ મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે બીડુ હોમવામાં આવશે.

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : માતાના મઢ મધ્યે નવરાત્રીની અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ધાર્મિક વિધિ વિધાન સાથે માતાના મઢ મધ્યે ભાદરવા વદ અમાસ અને ૨૧ મી સપ્ટેમ્બરના રાત્રે ૮/૩૦ વાગ્યે ઘટ સ્થાપન થશે તે સાથે જ આસો નવરાત્રીનો પ્રારંભ થઈ જશે. તા/૨૨/૯ આસો સુદ ૧ ના પ્રથમ નોરતું હશે. જ્યારે અન્ય ધાર્મિક અનુષ્ઠાન સાથેના કાર્યક્રમ આ પ્રમાણે રહેશે.
તા/૨૯/૯ આસો સુદ ૭ ના સાંજે ૭/૩૦ વાગ્યે જગદંબા પૂજન, રાત્રે ૮/૧૫ વાગ્યે હોમ હવન વિધિનો પ્રારંભ અને મોડી રાત્રે ૧૨/૩૦ કલાકે મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે બીડુ હોમવામાં આવશે. જ્યારે ૩૦/૯ મંગળવારે સવારે ૮ કલાકે રાજ પરિવારના સભ્યો દ્વારા પતરી વિધિ કરવામાં આવશે. દર્શનાર્થીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદની વ્યવસ્થા તેમ જ ઉતારાની વ્યવસ્થાનું આયોજન પણ જાગીર ટ્રસ્ટ દ્વારા કરાશે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
