News of Monday, 25th August 2025
કચ્છમાં ઇફકો કંડલા દ્વારા ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ : સુરક્ષા સેવાઓના કર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું
નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન મુજબ ભારત દેશને ૨૦૪૭ સુધીમાં એક વિકસિત અને મજબુત અર્થ તંત્ર બનાવવાના સંકલ્પને સૌએ સાથે મળી સાકાર કરવાની દિશામાં આગળ વધવું પડશે : એ.કે. શર્મા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : ૭૯ માં સ્વાતંત્ર્ય દિવસની ઇફકો કંડલા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, ઉદયનગર ટાઉનશીપ ખાતે આયોજિત રાષ્ટ્રીય પર્વની મુખ્ય મહેમાન એ.કે.શર્મા અને કંડલા યુનિટના જનરલ મેનેજર અનિરુદ્ધ વિક્રમ સિંહે ત્રિરંગો લહેરાવી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.
ઉપસ્થિત વિશાલ સમુદાયે સામુહિક રાષ્ટ્રગાન કર્યું હતું, સુરક્ષા સેવાઓના કર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું ઈફકોના ઓમ વિદ્યા મંદિર અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ અને પરેડ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી
પ્રાસંગિક પ્રવચનમાં એ.કે. શર્માએ રાષ્ટ્ર નિર્માણમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન મુજબ ભારત દેશને ૨૦૪૭ સુધીમાં એક વિકસિત અને મજબુત અર્થ તંત્ર બનાવવાના સંકલ્પને સૌએ સાથે મળી સાકાર કરવાની દિશામાં આગળ વધવું પડશે તેમણે ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર પૂરું પાડી ખેડૂતોની જરૂરીયાતો પૂર્ણ કરી રાષ્ટ્રની સમૃદ્ધિમાં ઇફકોએ પોતાનું અવિરત યોગદાન આપવા પ્રયાસશીલ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે
મેનેજીંગ ડીરેક્ટર કે.જે. પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ ઇફકો આવનારા વર્ષોમાં વારસાને જાળવી રાખવા કટિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું સતત વર્તમાન અને ભવિષ્યના આયોજનોના વિચાર સાથે નેનો યુરીયા પ્લસ અને ડી.એ.પી. જેવી અદ્યતન તકનીકો રજુ કરી રાષ્ટ્રને સમર્પિત કરી છે.
આ ઉજવણીમાં ફર્સ્ટ સ્ટેપ સ્કુલ, ઓમ વિદ્યા મંદિર અને ઇફકો કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય પર્વની દેશ ભક્તિ અને વિવિધતા સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સંયુક્ત મહા પ્રબંધકો,મુખ્ય અધિકારીઓ,ઇફકો કર્મચારી સંઘ અને ઇફકો અધિકારી સંગઠનના પ્રમુખો અને સચિવો ઉદયનગર ટાઉનશીપના રહેવાસીઓ, બન્ને શાળાના આચાર્યો,શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
