News of Monday, 25th August 2025
સાલેમાળ ડુંગર માં સિહો ની ડણક અને બાબરા સીમ વિસ્તારમાં દિપડો ઘૂસ્યો
બાબરા ગ્રામ્ય વિસ્તારમાં રાનીપશુના આંટા ફેરાથી ખેડુતો ભયભીત

બાબરા તા.૨૪: (દિપક કનૈયા દ્વારા) બાબરા તાલુકો એટલે પાંચાળ મુલક ગણાતો સૌરાષ્ટ્ર નો ડુંગરાળ વિસ્તાર તાલુકા ના કરીયાણા ખંભાળા શરૂ થતા સાલેમાળ ડુંગર વાળા પંથક માં છેલ્લા પાંચ સાત વર્ષથી ફોરેસ્ટ વિસ્તાર માં તંત્ર દ્વારા પ્રથમ એક સિંહ કપલ રાખી અને વસવાટ નું માધ્યમ બનાવી સિહ પરિવાર આ વિસ્તાર માં ખેડુત નું મિત્ર સાબિત કરી બતાવ્યું હોઈ તેમ તેની પ્રજાતી માં વધારો થયા નું ખેડુતો જણાવે છે અને અવાર નવાર સિહો સાથે નાના બાળ પાઠડા પણ ખેતી કામ દરમ્યાન ખેડુતો ના નજરે ચડતા થયા છે
તાલુકા માં સિહો ની અવર જવર વચ્ચે થોડા સમય થી બાબરા થી માત્ર બે કિમી નીલવડા રોડ હનુમાન મંદિર અને જુના તળાવ આજુબાજુ દિપડાઓએ દેખા દીધા અને શિમ વિસ્તાર માં જંગલી સુવર નીલ રોજડા કુતરા ના મારણ અને પશુ ને નુકશાન ના સમાચારો થી રાત્રી સમયે સિમ વગડા માં રહેતા ખેત શ્રમિકો પશુ પાલકો ની ચિંતા માં વધારો થયો છે આ વિસ્તાર રાની પશુ વિહોણો હોવાથી પશુ સુરક્ષિત રાખવા બાંધવા કે રહેણાક માટે પુરક વ્યવસ્થા નહિ હોવાથી રાત ઉજાગરા વધ્યા છે જયારે કરીયાણા ખંભાળા નાની કુંડળ જેવા સાલેમાળ વિસ્તારમાં સિહો ની ડણક કાયમી બની છે હાલ બાબરા નજીક દિપડો ઘૂસ્યા અંગે ખેડુતો ચિંતા જતાવી રહ્યા છે.(૩૮.૨૧)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
