News of Monday, 25th August 2025
કાલથી તરણેતરના લોકમેળાનો પ્રારંભઃ ગ્રામીણ સંસ્કૃતિ ધબકશે
ર૯મી સુધી અનેકવિધ કાર્યક્રમોઃ ગ્રામીણ ઓલમ્પિકમાં સ્પર્ધકો જોડાશેઃ તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. રપ :.. સુરેન્દ્રનગરના પાંચાળ પંથકમાં તા. ૨૬મીથી ૨૯મી ઓગસ્ટ સુધી તરણેતરીયો મેળો યોજાનાર છે. તરણેતરીયા મેળામાં દર વર્ષે યોજાતી પશુ હરિફાઈ અને ગ્રામીણ ઓલમ્પીક ઉપરાંત છેલ્લા બે વર્ષથી ગ્રામીણ પારંપરીક સાંસ્કળતીક સ્પર્ધાઓનું આયોજન કરાયુ છે. જેમાં ભાગ લેવા રમતવીરો ઉમટી પડશે. આ રમતોમાં લાખો રૂપિયાના રોકડ ઈનામ ખેલાડીઓને આપવામાં આવશે. તરણેતરના મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. જેમાં જિલ્લા કલેકટર અને એસપીએ તરણેતરની મુલાકાત કરી હતી.
તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે. ત્યારબાદ ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે.
દંતકથા મુજબ, પાંચ ઋષિઓએ અહીં તપ કરીને ગંગાજીને આ કુંડમાં ઙ્કગટ થવા માટે આહ્વાન કર્યું હતું. આ પાછળનો હેતુ એ હતો કે પાંચાળ વિસ્તારના લોકો ગંગાજી સુધી જઈ ન શકે તો અહીં જ ગંગાતાાનનો લાભ લઈ શકે. આજે પણ, મહર્ષિપંચમીના દિવસે લોકો આ કુંડમાં તાાન કરીને પોતાના પિતળઓનું તર્પણ કરે છે, જેને પુણ્યશાળી માનવામાં આવે છે.
સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી તે સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં જઈ વસવાટ કર્યો. પ્રાગૈતિહાસિક કાળથી આ વિસ્તાર માલધારીઓનો વસવાટ રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કળતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. તેનું દર્શન પાંચાળમાં થાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે. એક તરણેતરનો મેળો જાય, કે તરત જ બીજા મેળાની તૈયારી શરૂ થઈ જાય. પહેલાના સમયમાં બળદ માટેના શણગાર અને અમુક અમુક ગામના બળદગાડા વખણાતા હતા. તરણેતરનાં મેળામાં રંગબેરંગી ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા- રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે. (પ-૧૧)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
