News of Monday, 25th August 2025
સૌરાષ્ટ્ર-કચ્છ ગણપતિદાદાને આવકારવા સજ્જઃ બુધવારથી ગણેશ મહોત્સ્વ
ગામે-ગામ ગણપતિજીની મુર્તિઓની સ્થાપના કરાશેઃ દરરોજ સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યક્રમો યોજાશે

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. ર૭ ને બુધવારથી ગણેશ મહોત્સ્વનો પ્રારંભ થશે. અને અનેકવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
હળવદ
(દિપક જાની દ્વારા) હળવદ :.. છોટાકાશી તરીકે જાણીતા હળવદ નગર માં ભવ્યાતિભવ્ય રીતે હળવદ કા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે હળવદ માં સૌ પ્રથમ વખત ૧૨ ફૂટ ની શ્રીજી મહારાજ ( ગણપતિ દાદા) ની દિવ્ય મૂર્તિ મુંબઈ થી હળવદ પધરામણી થવા જઈ રહી છે સાથે ભવ્ય મંડપ પંડાલ માં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો ની થીમ સાથે દાદા નું સ્થાપન કરવામાં આવશે આ કાર્યક્રમમાં દરરોજ રાત્રે ભગવાન ની સમૂહ આરતી કરવામાં આવશે સાથે વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવશે તો આ કાર્યક્રમ માં પધારવા હળવદ તથા આસપાસ ના વિસ્તાર ના તમામ સમાજ ના ધર્મપ્રેમી નાગરિકો પધારવા આયોજકો તરફથી ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.
જસદણ
(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ :.. વિઘ્નહર્તા વિનાયક રિદ્ધિ સિદ્ધિના સ્વામીના આગમનને આડે બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે જસદણવાસીઓ આ દુંદાળા દેવને આવકારવા અધીરા બન્યાં છે આ અંગે જસદણમાં ૧૮ જેટલા ગણેશ પંડાલના આયોજકોએ તૈયારીઓને આખરી ટચ આપી રહ્યાં છે ખાસ કરીને ગણેશ ભક્તો પોતાના ઘરમાં પણ આકર્ષક મૂર્તિઓ પર પસંદગીનો જબરો કળશ ઢોળી રહ્યાં છે આગામી બુધવારથી ગણેશ ઉત્સવની શુભ શરૂઆત થતી હોય તે પૂર્વે જસદણ જીઆઈડીસી શહેર ભાજપ પ્રમુખ અને વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જસદણવાસીઓને ગણેશ ઉત્સવની શુભકામના પાઠવી છે.
બુધવારથી દેશ સહિત જસદણમાં ગણેશ ભગવાનનું આગમન થવાનું છે ત્યારે શહેરના શાકમાર્કેટ, આદમજીરોડ, આટકોટરોડ, મોતીચોક, લાતીપ્લોટ, ચિત્તલીયાકુવારોડ, લાતીપ્લોટ બજરંગનગર, વાજસુરપરા, ટાવરચોક, સ્ટેશનરોડ, ગઢડીયારોડ જેવાં અનેક વિસ્તારોમાં પંડાલોમાં સવાર સાંજ આરતી સહિતના કાર્યક્રમો થશે આ ઉપરાંત અનેક ઘરોમાં ગણપતિ ભગવાનની સ્થાપના થવાની છે ગણેશ ભકતોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
