News of Monday, 25th August 2025
તળાજાના વૃદ્ધે સગીરાને સાત માસનો ગર્ભ રાખી દીધો
અલંગના મણાર ગામે રહીને દેશી ઓહડિયા બનાવતોઃ સગીરા મજૂરી કામે આવતી હતી અને લાભ ઉઠાવ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫ :.. તળાજાના ઈસમે પૌત્રી ની ઉંમરની છોકરી સાથે દુષ્કર્મ આચરી ને સાતેક માસનો ગર્ભ રાખી દીધાની ઘટનાએ તળાજા અને અલંગ પંથકમાં ચકચાર જગાવી છે. અલંગ ખાતે મજૂરી કરવા આવેલ પરપ્રાંતીય પરિવાર ની આશરે તેર વર્ષની દીકરી ની હાલત લથડતા, પેટનો દુખાવો ઉપડતા ૧૦૮ દ્વારા ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવી.
તબીબ પાસે લઈ જવાતા સગીરા ને સાતેક માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવાર ના સભ્યો ચોંકી ગયા હતા.
અલંગ પોલીસે ગુન્હો નોંધી ને આરોપી મહેશગીરી મગન ગીરી ગૌસ્વામી ઉ .વ ૬૨ રે. મણાર ની ધરપકડ કરી મેડિકલ સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી.
આરોપી દેશી ઓહ્ડીયા મણાર ગામે રહીને બનાવતો હતો. એ સમયે પોતાને ત્યાં આ સગીરા મજૂરી કામ માટે આવતી હતી.આશરે આઠેક માસ પહેલા સગીરા સાથે પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું.સગીરા અત્યંત ગરીબ પરિવાર ની હોય તેનો લાભ લીધો હતો. સગીરાને જોઈતી વસ્તુઓ અપાવી ને ગેરલાભ ઉઠાવી વળદ્ધએ એક વખત કરતા વધુ વખત દુષ્કર્મ બાંધ્યું હતું.
આરોપી મહેશગીરી મૂળ તળાજા ના રામટેકરી રોડ પર નો રહેવાસી છે.ઘણા સમય પહેલા તે મણાર ખાતે એકલોજ રહેતો હતો.આરોપી ને બે સંતાનો છે જેમાં મોટો દીકરો ૩૬ વર્ષનો છે.ઘર કંકાસ ના કારણે પત્ની અને બંને દીકરા વર્ષોથી ભાવનગર રહે છે.
સગીરા ને શારીરિક તકલીફ થતા ૧૦૮ બોલાવવામાં આવી હતી.એ સમયે આરોપી સગીરા ની સાથે ભાવનગર હોસ્પિટલમાં પણ ગયો હતો.પોતે સગીરાના પરિવાર નો હમદર્દ બનવા નો ડોળ કરતો હતો.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
