News of Monday, 25th August 2025
લંડનથી આવેલા મહેમાને સાચવવા આપેલ ૯૬ હજારના ચોરાઇ ગયેલ ૮૦૦ પાઉન્ડ સાથે ખંભાળીયાના ત્રણ આરોપી ઝડપાઇ ગયા

ખંભાળીયા, તા. રપઃ ગત તા.૨૨/૦૮/૨૦૨૫ ના રોજ ફરીયાદી સહેજાદભાઇ નથુભાઇ મીરા એ જાહેર કરેલ કે, તેમના મામા જાઇદભાઇ શેખ નાઓ થોડા સમય પહેલા લંડન થી તેમના ઘરે આવેલ અને તેઓને ૮૦૦ પાઉન્ડ સાચવવા આપી ગયેલ જે પાઉન્ડની ચોરી થયેલ હોવા બાબતે કલમ ૩૩૧(૩), ૩૦૫ મુજબનો વણશોધાયેલ ગુનો દાખલ થયેલ.
દરમિયાન ઉપરોક્ત સ્ટાફને મળેલ હકિકત આધારે ત્રણેય ઇસમોને ખંભાળીયા ઘી ડેમ જેવા અવાવરૂ વિસ્તારમાંથી શોધી કાઢી ઉપરોક્ત ઘરફોડ ચોરીમાં ગયેલ પાઉન્ડ-૮૦૦ કે જેની આજની તારીખે ભારતીય બજાર કિંમત રૂ.૯૪,૬૪૦/- થાય તે વિદેશી ચલણ સાથે (૧) મહમદહુશેન નથુભાઇ મીરા (૨) અમનઉલ્લાહ ઇકબાલભાઇ શેખ (૩) અવેશ ઇકબાલભાઇ શેખને પકડી પાડેલ છે.
આ સમગ્ર કાર્યવાહીમાં એલસીબી પીઆઇ કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ વિ.એન. શિંગરખીયા, પીએસઆઇ એસ.એસ. ચૌહાણ, એએસઆઇ સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, હરપાલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, એચસી ગોવિંદભાઇ કરમુર, સહદેવસીહ જાડેજા, પીસી સચિનભાઇ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, તથા ડ્રા. એચસી વિશ્વદિપસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
