<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ગોંડલ સંપ્રદાયનાં પૂ.હંસાબાઈ મહાસતીજી દેવલાલીમાં કાળધર્મ પામ્‍યા

સૌરાષ્‍ટ્ર કેસરી પૂ.ગુરૂદેવશ્રી પ્રાણલાલજી મહરાજન હસ્‍તે દિક્ષીત થનાર છેલ્લા આત્‍મા હતા

રાજકોટ, તા.૨૫: ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના બાલબ્રહ્મચારી પૂજ્‍ય પૂજ્‍ય શ્રી ઉજમબાઈ મહાસતીજીનાં સુશિષ્‍યા પૂર્વ ભારતના ઉગ્ર વિહારી પૂજ્‍ય શ્રી જયાબાઈ મહાસતીજી નાં સુશિષ્‍યા પૂજ્‍ય શ્રી હંસાબાઈ મહાસતીજી દેવલાલી મુકામે તા.૨૪ રવિવારે કાળધર્મ પામ્‍યા છે.

તેમનું સંસારી નામ હંસાબેન (પૂજ્‍ય શ્રી હંસાબાઈ મહાસતીજી), જન્‍મ સ્‍થળ સાવરકુંડલા, માત-પિતા સમજુબેન હરજીવનભાઈ મગિયા, ભાઈ-બેન શાંતિભાઈ, કાંતિભાઈ, મહાસુખભાઈ, જેન્‍તીભાઈ,  ઇન્‍દુબેન.સહ દીક્ષાર્થી વિમળાબેન (પૂજ્‍ય શ્રી વિમળાબાઈ મહાસતીજી), દીક્ષા વય ૨૫ વર્ષ, દીક્ષા સ્‍થળ સાવરકુંડલા,દીક્ષા ગુરુ સૌરાષ્‍ટ્ર કેસરી પૂજ્‍ય ગુરૂદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ, દીક્ષા તિથિ વૈશાખ વદ  ૫, વિ. સં.૨૦૧૨ના સૌરાષ્‍ટ્ર કેસરી પૂ.પ્રાણ ગુરુદેવના હસ્‍તે દીક્ષિત થનાર છેલ્લા આત્‍મા હતા. ગુરુણી પૂજ્‍ય શ્રી જયાબાઈ મહાસતીજી, દીક્ષા પર્યાય ૬૯ વર્ષ, ઉંમર ૯૪ વર્ષ હતી. પૂ.શ્રીની અંતિમ આરાધના ગુજરાત રત્‍ન પૂજ્‍ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબનાં શ્રીમુખેથી  અંતિમ સમયે મહામાંગલિક ૫:૨૫ કલાકે શ્રવણ કર્યું. ૫:૩૦ કલાકે દેહ ત્‍યાગ કર્યો હતો.

પૂ.શ્રીની પાલખી યાત્રા આજે તારીખ ૨૫ સોમવારે ૧૧:૩૦ કલાકે વૈભવ સોસાયટી, લામ રોડ, રાજગળહી સોસાયટી, દેવલાલીથી જય જય નંદા, જય જય ભદાના નાદ સાથે નિકળી હતી.

ગોંડલ ગચ્‍છ શિરોમણી પૂ. જસરાજજી મ. સા., પૂ. ધીરજમુનિ મ. સા. પૂ. દેવેન્‍દ્રમુનિ મ.સા., પૂ. સુશાંતમુનિ મ.સા., પૂ. નમ્રમુનિ મ.સા. પૂ. પારસમુનિ મ.સા. પૂ. ચેતનમુનિ મ.સા. તથા સંપ્રદાય વરિષ્ઠા પૂજ્‍ય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજી આદિ સર્વ સતીવળંદ તથા પ્રવિણભાઇ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, હરેશભાઈ વોરા, સુરેશભાઈ કામદાર, જીજ્ઞેશભાઈ વોરા એ સંપ્રદાયવતી પૂજ્‍ય હંસાબાઈ મહાસતીજીનાં દિવ્‍ય આત્‍માને ભાવ પૂર્વક શ્રધ્‍ધાંજલિ ગુણાંજલિ અર્પણ કરેલ છે. તેમની વિદાયથી જિન શાસન અને ગોંડલ સંપ્રદાયને મોટી ખોટ અનુભવાય છે.

(11:40 AM IST)