News of Monday, 25th August 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ જેટલા ડેમો હાઈલેવલની સપાટીએ પહોંચ્યાઃ વાંસલ અને ત્રિવેણીઠાંગા ડેમ ઓવરફલો થઈ ગયા
નાયકા ફલકુ નિભાણી થોરીયાળી મોરસલ અને સબુરી ડેમ પણ સરેરાસ ૮૦% જેટલા મૂળ સપાટીએથી ભરાઈ ગયાઃ ધીમી ધારે વરસાદ અને ઉપરવાસ વરસાદથી ડેમોમાં નવા નીરની આવકઃ ડેમની સપાટી મેઈનટેન કરવા માટે પાણીની સામે જાવક પણ તંત્રએ શરૂ કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૫: સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ ડેમો હાઇ લેવલની સપાટીએ પહોંચી ચૂક્યા છે ત્યારે વાંસલ અને ત્રિવેણી ઠાંગા ડેમ છે તે ઓવરફલો થઈ ચૂક્યા છે સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ૨૪ કલાકમાં ધીમીધારે વરસાદ થી અને ઉપરવાસ પડેલા વરસાદના પગલે જિલ્લાના જળાશયો ડેમો ચેક ડેમોમાં નવા નિરની આવક ધીમીધારે શરૂ થઈ છે.
તેને પગલે નાયકા ફલકું થોરિયાળી મોરસલ સબુરી નિભાણી સહિતના ડેમો પણ સરેરાશ ૮૦ ટકા જેટલા ભરાઈ ચૂક્યા છે જેને લઇને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા દર વર્ષે ઉનાળામાં રહેતી હોય છે અને ડેમોના તળિયા દેખાઈ જતા હોય છે પરંતુ ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા અને ઉપરવાસ પણ સારો વરસાદ હોવાના કારણે ઓગસ્ટ મહિનામાં જ જિલ્લાના તમામ ડેમોમાં નવા નિયમની આવક સાથે સરેરાશ ૮૦ ટકા જેટલા પાણીથી ભરાઈ ચૂક્યા છે.
સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ છે ત્યાં તંત્ર દ્વારા નર્મદાની મુખ્ય કેનાલ થી રોજ ૧૬૦૦ ક્યૂસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તે પૈકી સૌની યોજનામાં ૬૦૦ ક્યુસેક અને કેનાલ મારફતે ૮૦૦ ક્યુસેક પાણીની જાવક પણ શરૂ કરવામાં આવી છે ૧૬૦૦ ક્યૂસેક પાણીની આવક સામે માત્ર ૧૪૦૦ ક્યુસેક એક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે ત્યારે ૮૨.૨૨્રુ જેટલી સપાટીએ થી ધોળી ધજા ડેમ પણ છલોછલ ભરાયેલો છે
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
