News of Monday, 25th August 2025
બાબરા તાલુકામાં સરકારી આવશ્યક ચીજ વસ્તુના કાર્ડધારકો અનાજ જથ્થો આર્થિક લાલચે વેચી રહ્યા છે
સરકાર દ્વારા અપાતી મફત સહાય વેચનારા, ખરીદનારા બન્ને સામે કાર્યવાહી જરૂરી બનીઃ ધંધો ફૂલ્યો ફાલ્યો હોવાની ચર્ચા

બાબરા તા.૨૪. (દિપક કનૈયા દ્વારા) કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ફૂડ સિકયુરીટી કાયદા અન્વયે કોરોના મહામારી સમયથી ગરીબ રાશનકાર્ડ ધારક પરિવાર માટે મફત અનાજ વિતરણ વ્યવસ્થા હાથધરી છે જેમાં બાબરા તાલુકા માં મફત મળેલા અનાજના મોટા વેપાર માટે નફાખોરો પોતાનું નેટવર્ક ગોઠવી અને સસ્તાભાવે અનાજ ખરીદી અને મોંઘાભાવે વેચવા નું કૌભાંડ ચલાવતા હોવાનું ચર્ચા માં આવ્યું છે
જયારે આવા અનાજ ખરીદ કરનારા લોકો ગામોગામ ફરી અને સામાન્ય કીમત ચુકવી અનાજ જથ્થો એકત્ર કરી વધુ રકમો મેળવી જથાબંધ સ્ટોક માં નજીક ના મોટા સેન્ટરો માં વેચાણ અર્થે મોકલવા માં આવી રહ્યો છે
ગરીબ લોકો ને સરકાર દ્વારા અપાતું અનાજ આર્થિક રકમો ની લાલચ આપી ખરીદનારા અને લાભાર્થી તરીકે અનાજ મેળવી વેચાણ કરનારા બંને સામે કાર્યવાહી થવી જરૂરી હોવાની ચર્ચા ચાલી છે
સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ હેઠળ નોંધાયેલા લાભાર્થી અને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા વાર્ષિક ૬ લાખ થી વધુ આવક ધરાવતા અને વાર્ષિક ૨૫ લાખનું ટન ઓવર ના ઇન્કમટેક્ષ ભરતા લોકો ના ડેટા એકત્ર કરી પુરવઠા વિભાગ માં સોપવા જરૂરી બન્યા છે અને આવા ઈસમો દર મહીને અનાજ ઉપાડતા હોઈ તો તેમના વેરીફીકેશન થવા જરૂરી જણાય આવે છે
તંત્ર રાશનકાર્ડ રદ બાતલ કે નામ ચડાવવા સહિત બંધ થયેલા કાર્ડ ચાલુ કરવા મુદ્દે લાભાર્થી ને ધક્કા ખવડાવે છે તેવી ચર્ચા એ વેગ પકડ્યો છે
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
