<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ગિરનાર ઉપર ૧ ઇંચઃ સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘાવી માહોલ યથાવત

જામનગર, જુનાગઢ, દેવભુમી દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ જીલ્લામાં હળવો-ભારે વરસાદ

રાજકોટ તા.૨૫: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘાવી માહોલ યથાવત છે અને હળવો-ભારે વરસાદ પડી જાય છે. અને જામનગર, દેવભુમી દ્વારકા, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ જીલ્લામાં હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

જુનાગઢ

જુનાગઢઃ વ્‍હેલી સવારે ગિરનાર પર વધુ ૧ ઈંચ વરસાદ થયો હતો જ્‍યારે સોરઠમાં ઝાપટા અને સવારથી જૂનાગઢમાં ધીમી ધારે મેઘ મહેર વરસવાનું શરૂ થયું હતું.

જુનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ફરી કળપા વરસાવાનું શરૂ કર્યું છે. આજે પણ સમગ્ર જિલ્લામાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે.

રવિવારે જૂનાગઢના ગિરનાર પર્વત પર મેઘ મહેર થયા બાદ આજે વહેલી સવારના ૪ વાગ્‍યે ફરી મેઘરાજાનું આગમન થયું હતું. અને વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગિરનાર પર્વતની સાથે સાથે જુનાગઢ શહેરમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ ધીમીધારે વરસવાનું શરૂ કરતાં વાતાવરણમાં ભેજ વધીને ૯૫ ટકા થઈ ગયો હતો સવારે લઘુતમ તાપમાન ૨૪.૮ ડીગ્રી નોંધાયું હતું. જ્‍યારે પવનને પ્રતિ કલાકની ઝડપ ૧૦.૪ કિલોમીટરની રહી હતી

જુનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા દિવસ દરમિયાન મેઘરાજા જમાવટ કરે તેવી શકયતા પ્રવર્તે છે.

ખંભાળીયા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જિલ્લામાં ૨૪ કલાકમાં ઝાપટાથી બે ઇંચ જેવો વરસાદ પડયો છે.

દ્વારકામાં ઝાપટા સાથે ૬ મીમી વરસાદ પડયો હતો જયારે ખંભાળિયા તથા કલ્‍યાણપુરમાં અડધો ઇંચ અને ભાણવડમાં બે ઇંચ વરસાદ પડયો હતો. સતત વરસાદને કારણે જિલ્લાના અગાઉ પાંચ ડેમો વેટાડ-૧, સોનમતી, કંડોરણા, મહાદેવીયા સિંવલી વિ.ડેમો છલકાયા હતા તે પછી વર્તુ-ર તથા સાગર ડેમ પણ છલકાઇ ગયા છે. સતત વરસાદી વાતાવરણ તથા ઘી ડેમ ઉપરનો કંડોરણા ડેમ છલકાતા ઘી ડેમમાં નવા પાણીની આવક થતાં વીસ ફુટનો ડેમ ૧૪ ફુટની સપાટીએ પહોંચ્‍યો છે.(૨.૧૫)

(11:55 AM IST)