News of Monday, 25th August 2025
પડવલામાં કંપનીમાં કામ કરતી વખતે મશીનમાં ફસાઇ જતાં યુવાનનું મોત
મુળ બિહારના ૨૧ વર્ષના અમનનો શર્ટ ફસાયા બાદ પગ લપસતાં પટકાયો અને ખેંચાઇ ગયોઃ પરિવારનો એક જ આધાર હતોઃ પત્નિ સગર્ભા છે

રાજકોટ તા. ૨૫: કોટડા સાંગાણીના પડવલા ગામે કંપનીમાં કામ કરતો મુળ બિહારનો યુવાન ગઇકાલે સાંજે મશીન પર કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસતાં પડી જતાં મશીનમાં ખેંચાઇને ફસાઇ જતાં ગંભીર ઇજા થવાથી કમકમાટી ભર્યુ મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ મુળ બિહારનો વતની પડવલામાં આવેલી સિગ્મા કંપની પાસે રહી કંપનીમાં નોકરી કરતો હોઇ રવિવારે સાંજે સાડા છએક વાગ્યે મશીન પર કામ કરતો હતો ત્યારે તેના શર્ટનો છેડો મશીનના પાર્ટમાં ફસાઇ જતાં અને મશીન આગળ ખેંચાતા તેનો પગ લપસી ગયો હતો. આ કારણે તે પોતે પણ મશીનમાં ખેંચાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. કોટડા સાંગાણી પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ઼ હતું.
કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર અમન કુશવાહા તેના માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ દિકરો હતો. તેને એક નાની બહેન છે. અમનના લગ્ન થઇ ગયા હતાં અને હાલમાં તેની પત્નિ સગર્ભા છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
