News of Monday, 25th August 2025
ઉપલેટાના કોલકીમાં વૃધ્ધાને જીવડુ કરડતા પગ સડવા લાગ્યો
જામકંડોરણાના જશાપરના વાડી વિસ્તારમાં પણ ૧૩ વર્ષના બાળકને જીવડુ કરડતા જૂનાગઢ ગંભીર હાલતમાં સારવારમાં : ધોરાજી, પાટણવાવ, જામકંડોરણા, ઉપલેટા પંથકમાં ઝેરી જીવડાનો આતંક યથાવતઃ આરોગ્ય તંત્ર તપાસ કરે તેવી માંગ

રાજકોટ તા. રપ :.. ધોરાજી, પાટણવાવ, જામકંડોરણા, ઉલેટા પંથકમાં ઝેરી જીવડાનો આતંક યથાવત છે. થોડા દિવસ પહેલા ઉપલેટાના કોલકીમાં એક વૃધ્ધાને પગમાં આ જીવડુ કરડતા તેનો પગ સડી ગયો છે. જો કે હાલ તેઓ ભયમુકત છે.
આ અંગે તેમના પૌત્ર બીપીનભાઇ ચનીયારાએ ‘અકિલા' ને જણાવ્યુ હતું કે, મારા દાદીમા વાલીબેન મહીદાસભાઇ ચનીયારા (ઉ.વ.૯પ) ને જીવડુ કરડતા તેના પગમાં ફરફોલા પડવા લાગ્યા હતા ત્યારબાદ તેને સારવારમાં ખસેડાયા હતાં. આ ફરફોલા ફૂટયા બાદ પગ સડવો લાગ્યો હતો.
જો કે તેને સારવાર તાત્કાલીક મળતા હાલ તેઓ ભયમુકત બની ગયા છે. ત્યારે આરોગ્ય તંત્ર યોગ્ય તપાસ કરે અને દવાનો છંટકાવ કરે તેવી માંગ કરી છે.
ધોરાજી
(કિશોરભાઈ રાઠોડ દ્વારા ) ધોરાજી જામકંડોરણા ના જશાપરા ગામ ની સીમ વિસ્તારમાં રહેતા રાજુભાઇ ભરવાડ નાં પુત્ર ગોવિંદ ઉ ૧૩ ને સાંજના સમયે જંતુ કરડવાથી સાંજે ધ્યાન ન લિધેલ સવારે રાબેતામુજબ શાળા એ ગયો હતો ને ત્યાં તબીયત લથડતા અચાનક બેભાન થઈ ગયેલ બાદ શાળાના સંચાલકોએ તેમના વાલીને જાણ કરતા તેઓ તાત્કાલિક ધોરાજી ના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ફરજ બજાવતા કર્મચારી એને ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી પરંતુ બાળક ને વધુ સારવાર ની જરૂરિયાત હોય તેથી બાળક ને વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલ માં રીફર કરાયો હતો હાલ ચોમાસું ચાલી રહ્યું હોય અને ઝેરી જંતુ અને સાપ અને અન્ય જંતુ થી લોકો એ સાવધાની રાખવાની જરૂર છે. છેલ્લા ૧૫ દિવસથી ઝેરી જંતુ કરડી જવાથી ધોરાજી તાલુકાના પાટણવાવ જામકંડોરણા ના ધોરીધાર બાદ ધોરાજી તાલુકાના ભુખી ગામ બાદ જામકંડોરણાના જસાપર ગામ માં ઝેરી જંતુ અથવા જનાવર કરડી જવાથી આવા બનાવો નોંધાયા છે.
હાલમાં રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા આ બાબતે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કયા પ્રકારના જંતુ કરડી જાય છે તેની હજી સુધી ભાળ નથી.....?
ઝેરી જનાવર અથવા તો જંતુ કરડી જવાના કારણે પાટણવાવ પંથકમાં ત્રણ લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણા લોકો સારવાર લઈ રહ્યા છે પરંતુ આરોગ્ય શાખા આ બાબતને ગંભીરતા લઈને ઝીણોટ ભરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી થઈ રહી છે
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
