<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

માણેકવાડા પાસે પતિના મોટરસાઇકલમાંથી પડી જતાં બગસરાના વૃધ્‍ધા જયાબેનનું મોત

પતિ-પત્‍નિ જુનાગઢ નવા બની રહેલા મકાને આટો મારી પરત ફરતા હતાં ત્‍યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ દુધરેજીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૫:  માણેકવાડા નજીક પતિના મોટરસાઇકલ પાછળથી પડી જતાં બગસરાના વૃધ્‍ધાનું મૃત્‍યુ થયું છે. પતિ-પત્‍નિ જુનાગઢ ખાતે પોતાનું નવુ મકાન બની રહ્યું હોઇ ત્‍યાં આટો મારવા ગયા બાદ પરત બગસરા જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ બગસરામાં કેનાલ નજીક આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં જયાબેન રમેશભાઇ દુધરેજીયા (ઉ.વ.૬૦) ગઇકાલે પોતાના પતિ રમેશભાઇ દુધરેજીયાના મોટરસાઇકલમાં બેસી જુનાગઢ ખાતે પોતાનું નવુ મકાન બની રહ્યું હોઇ ત્‍યાં આટો મારવા ગયા હતાં. ત્‍યાંથી બંને પરત બગસરા જવા નીકળ્‍યા ત્‍યારે માણેકવાડા નજીક પહોંચતા કોઇપણ કારણોસર બેલેન્‍સ ગુમાવતાં જયાબેન પતિના વાહનમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃતયુ પામનારને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. પતિ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રકાશભાઇ સહિતે જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:28 PM IST)