News of Monday, 25th August 2025
જૂનાગઢમાં અગરબત્તીના કારખાનામાં બ્લાસ્ટ, મકાનો, વાહનોને નુકસાન
લોકો ઘરની બહાર દોડી આવ્યા, ઘટનાની તપાસ શરૂઃ રહેણાંક વિસ્તારમાં કારખાનું દુર કરવા માંગ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૫: જૂનાગઢમાં અગરબત્તીના કારખાનામાં બ્લાસ્ટ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ ઘટનામાં મકાનો વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
જૂનાગઢમાં ખલીલપુર રોડ પર નીલકંઠ નગરના રહેણાંક વિસ્તારમાં ધમધમતા અગરબત્તી બનાવવાના કારખાનામાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. જેના પગલે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. બ્લાસ્ટ થવાથી કારખાનાની આસપાસના વાહનો અને મકાનોના બારી વગેરેના કાચ તૂટી જતા નુકસાન થયું હતું.
આ બનાવને લઈને સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને રહેણાંક વિસ્તારમાંથી અગરબત્તીના કારખાનાને દૂર કરવા માગણી કરી હતી.
અગરબત્તીના કારખાનામાં કયા કારણસર બ્લાસ્ટ થયો તે પાછળનો ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ લોકોએ બોઇલર ફાટયું હોવાથી બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
આ બનાવવામાં કોઈને બીજા પહોંચી ન હતી અને જાનહાની પણ થઈ ન હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
