News of Monday, 25th August 2025
ભાણવડના ઐતિહાસિક આશાપુરા માતાજી મંદિરમાં ચોરીઃ ભાવિકોમાં રોષ
સીસીટીવી ફુટેજમાં ૩ શખ્સો ચોરી કરતા દેખાયાઃ તસ્કરોને ઝડપી લેવા પોલીસની કવાયત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., રપ : દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડના ઘુમલીમાં ડુંગર પર બરડામાં આવેલ પ્રાચીન અને ઐતિહાસિક ગણાતા આશાપુરા માતાજીના મંદિરે ત્રણ યુવાનો દ્વારા ચોરી કરાતા ભકતોમાં ભારે રોષ ફેલાયો છે.
મંદીરમાં રહેલા સીસીટીવી આ ત્રણ યુવાનો આશાપુરા, સામુદ્રી માતાજીના ત્રણ મંદીરોના તાળા તોડીને અંદર જઇને છત્ર અને અન્ય આભુષણોની ચોરી કરી લઇ જતા હોવાનું આવી ગયું છે. રાત્રે વરસાદી વાતાવરણમાં આ તસ્કરો તલવાર જેવા હથીયાર સાથે આવેલા તથા સીસીટીવી હોવાની ખબર હોય મોઢા પર બુકાની બાંધીને આવેલા તથા ખોટા આભુષણો લઇ નાસી ગયા.
ઉલ્લેખનીય છે કે છ વર્ષ પહેલા પણ આ ઘુમલી માતાજીના મંદીરે કોઇ હરામખોરો દ્વારા મંદીરના પુજારીની હત્યા કરીને સોના-ચાંદીના આભુષણોની ઉઠાંતરી કરાઇ હતી તથા જાણકાર તસ્કરો તે વખતે સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઇ જતા હજુ સુધી આ હત્યા ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે ફરી એક વખત આવો ચોરીનો બનાવ આ મંદીરમાં બન્યો છે.
ગત વખત લુંટના બનાવ પછી અહીં હોમગાર્ડઝ જીઆરડીનો બંદોબસ્ત પણ રખાય છે પણ રાત્રે તસ્કરો આવ્યા હતા બનાવ અંગે ભકતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
