<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ફીટ ઇન્‍ડીયા મુવમેન્‍ટ ‘સન્‍ડે ઓન સાયકલ' અંતર્ગત જામનગર જીલ્લા પોલીસ દ્વારા સાયકલીંગ યોજાય

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: ફીટ ઇન્‍ડીયા મુવમેન્‍ટ ‘સન્‍ડે ઓન સાયકલ' અંતર્ગત  જામનગર જીલ્લા પોલીસ દ્વારા સાયકલીગનું આયોજન કરવામાં આવેલ હતું. અને આ કાર્યક્રમમાં  જીલ્લા કલેકટર  તથા ઇન્‍ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક તથા અધિક કલેકટર તથા નાયબ કલેકટર તથા જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક તથા જીલ્લા પોલીસની શાખાઓ/કચેરીઓ/પોલીસ સ્‍ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ હતો. અને સાયકલીંગ રેલીને જીલ્લા કલેકટર તથા ઇન્‍ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક તથા અધિક કલેક્‍ટર દ્વારા ‘ફલેગ ઓફ' કરાવવામાં આવેલ હતું.

આ ફીટ ઇન્‍ડીયા મુવમેન્‍ટ અંતર્ગત ‘સન્‍ડે ઓન સાયકલીંગ' કાર્યક્રમમાં જીલ્લા પોલીસ હેડ કર્વાટરમાં રહેતા પોલીસ કર્મચારીઓ તથા તેમના બાળકો તેમજ જીલ્લા વહીવટી તંત્ર, તથા જીલ્લા હોમગાર્ડ કેચેરી તથા જામનગર જીલ્લા જેલ વિભાગ, વિગેરે વિભાગના કર્મચારીઓ દ્વારા ભાગ લેવામા આવેલ હતો. તેમજ જામનગર સાયકલીંગ કલ્‍બ સહીત અન્‍ય સંસ્‍થાઓ દ્વારા આ સાયકલીંગ કાર્યક્રમને સફળ બનાવવા હાજર રહી સહયોગ આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ થી ૨૦૦ સાયકલ સવારોએ આશરે ૫ કી.મી. ના રૂટ પર સાયકલીંગ કરેલ હતું. અને જામનગરની જનતાને ફીટ ઇન્‍ડીયા મુવમેન્‍ટ બાબતે જાગળતતા ફેલાય તે અંગે સંદેશ પાઠવેલ હતો.

(1:22 PM IST)