News of Monday, 25th August 2025
જાફરાબાદના લુણસાપુર ગામે ઘરફોડી કરનાર મધ્યપ્રદેશની ગેંગ ઝબ્બે ત્રણ પકડાયા-૪ શખ્સો ફરાર : સવા બે લાખનો મુદ્દામાલ કબ્જે
પોરબંદર, હળવદ, લોધિકા, લાઠી, હળવદ, મુંદ્રા, ઘોઘા સહિતના ગુન્હામાં સામેલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. રપ : અહીંનાઆશીષકુમારસિંગ વિશ્વનાથસિંગ ચૌહાણ, ઉ.વ.૩૮, રહે.લુણસાપુર, સીન્ટેક્ષ કોલોની, તા.જાફરાબાદવાળા ગઇ તા.૦૯/૦૮/૨૦૨૫ નાં રોજ પોતે પોતાનું રહેણાંક મકાન બંધ કરી પરીવાર સાથે બહાર ગામ ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના દરવાજાના નકુચા તોડી, તીજોરીમાં રાખેલ રોકડા રૂ.૪૧, ૧૦૦/- તથા સોના દાગીના કિ.રૂ.૧૦,૧૩,૦૦૦/- તથા ચાંદીના દાગીન કિ.રૂ. ૭૯,૩૯૯/- મળી કુલ કિ.રૂ.૧૧,૩૨,૬૧૯/- ની ચોરી કરેલ તેમજ કોલોનીમાં આવેલ અન્ય મકાનોમાં ચોરીની કોશીષ કરી ગુનો કરેલ.
જે તપાસ દરમ્યાન એફપીબી, એફેઅસઆઇ પુરાવા મળી આવતા, જે પુરાવા આધારે આરોપીની સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ ચોરીના બનાવ વાળી જગ્ય ની આસપાાસ તમામ સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ. જે ફુટેજોમા બનાવના દિવસ દરમ્યાન રોડ રસ્તા ઉપરથી પસાર થયેલ વાહનો ચેક કરત એક તુફાન ગાડી રજી.નંબર જીજે-૧૮-એએ-૩૫૫૯ ની શંકાસ્પદ જણાય આવેલ. સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ચોરીમાં ઉપયોગ કરેલ વાહન સાથે પકડી પાડી, પકડ ચેલ આરોપ ીની સઘન પુછ પરછ દરમ્યાન પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી ઉપરોકત ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, ઉપરોકત ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીમાં (૧) કુંદન વાલસીંગ ભુરીયા, ઉ.વ.૨૮, રહે.કાકડવા, આંબલી ફળયુ, તા.કુકશી, જિ.ધાર (મધ્યપ્રદેશ) હાલ રહે. રાયડી ગામની સીમ, તા.ખાંભા,
(૨) કાલુ ઉર્ફે રાકેશ મેથુભાઈ ભુરીયા, ઉ.વ.૨૨, રહે. કાકડવા,
(૩) પ્યારસીંગ કુવરસીંગ બીલવાન, ઉ.વ.૨૩, રહે.બડી ઉતી, બીલવાલ ફળીયુ, તા. જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) છે અને
પકડવાના બાકી આરોપીઓમાં(૧) રમેશ વાલસિંગ ભુરીયા રહે.કાકડવા, (૨) મુકેશ કેકુ અલાવા રહે.કાકડવા, (૩) જગદીશ ચમરીયા અલાવા રહે.કાકડવા, (૪) કલમ ઠેબુ ભુરીયા રહે.કાકડવા છે જે ફરાર છે.
કબ્જે કરેલ મુદ્દામાલમાં રોકડા રૂ.૧૦,૧૦૦/- તથા એ્રોઇડ મોબાઈલ ફોન નંગ - ૨ કિ.રૂ. ૮,૦૦૦/- તથા ટેમ્પો ટ્રેક્ષ કંપનીની (તુફાન) ફોરવ્હીલ રજી. નં. ઞ્થ્-૧૮-AA-૩૫૫૯ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨, ૧૮, ૧૦૦/- નો સમાવેશ થાય છે.
પકડાયેલ આરોપીઓમાં (૧) પકડવાનો બાકી આરોપી રમેશ વાલસિંગ ભુરીયા, તેના ગામના મિત્રો તેના વતનથી તુફાન લઇ ચોરી કરવા બોલાવી, બાદ ઉપરોક્ત પાંચેય ઇસમો તથા પકડાયેલ આરોપી કાલુ ઉર્ફે રાકેશ મેથુભાઈ ભુરીયા તથા કુંદન વાલસીંગ ભુરીયા એમ સાતેય ઇસ્મોએ સાથે મળી ગઇ તા.૧૦/૦૮/૨૦૨૫ ના શરૂ રાત્રીના સમયે જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામથી આગળ લુટસાપુર પાસે આવેલ સીન્ટેક્ષ કંપનીની કોલોની આસપાસ પહોંચી, દીવાલની ફેન્સિંગ કટરથી તોડી, દિવાલ કુદી, કોલોનીમા પ્રવેશ કરી તેમા બંધ મકાનો દરવાજાના તાળા તથા નકુશા તોડી રોકડ, સોના તથા ચાંદીના દાગીનાઓની ચોરી કરી, બાદ વહેલી સવારના સમયે તુફાનના ચાલકને ફોરવ્હીલ લઇ પરત બોલાવી, તુફાન્ગા ખાંભા તાલુકાના રાયડી- પાટી ગામ નજીક સુધી સાતેય સાથે જઇ, ત્યાં રમેશ ભુરીયા, કુંદન ભુરીયા અને કાલુ ઉર્ફે રાકેશને ઉતારી, ચોરી કરેલ સૌના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રકમ તુફાનમાં લઇ વતનમાં જતા રહેલ હોવાની હકકીત જણાવેલ હોય, જે અંગે જાફરાબાદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૫૦૨૭૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબ ગુનો રજી. થયેલ છે.
અ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા તથા ઇ.ચા. પોલીસ ઇન્સ. આર.ડી.ચૌદારી તથા પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. કે.ડી.હડીયા તથા પો.સ.ઈ. આર.એચ.રતન તથ એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા, હરેશસિંહ પરમાર, રાહુલભાઈ ચાવડા, કનાભાઈ સાંખટ તથા હેડ કોન્સ. તુષારભાઈ પાંચાણી, જયેન્દ્રભાઈ બસીયા, મનીષભાઈ જાની, ગોકુળભાઈ કળોદરા, મહેશભાઈ રાઠોડ, દશરથસિંહ સરવૈયા, આદિત્યભાઈ બાબરીયા, અશોકભાઈ કલસરીયા, કુલદીપભાઈ દેવભડીંગજી, જાહીદભાઈ મકરાણી, મહેશભાઈ મુંઘવા, હરેશભાઈ કુવારદાસ તથા પો.કોન્સ. પરેશભાઈ દાફડા, ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા, અશોકભાઈ સોલંકી, રમેશભાઈ સીસારા, પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.
આરોપીઓ લાઠી-ર, અમરેલી, સુરત, મુંદરા-૩, હળવદ, લોધિકા, વાઘા રોડના એક તથા પોરબંદર ઉદ્યોનગરના એક ગુન્હામાં સામેલ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
