<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

શાપર-વેરાવળ પોલીસે જુનાગઢના નામચીન પરેશ મકવાણાને દેશી પિસ્‍તોલ સાથે ઝડપી લીધો

પકડાયેલ પરેશ સામે અગાઉ શાપર અને જુનાગઢમાં લૂંટ, મારામારી અને દારૂ સહિતના ૯ ગુન્‍હાઓ નોંધાયા છે

 

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે શાપર-વેરાવળ પોલીસનો કાફલો નજરે પડે છે. (૪.૩)

રાજકોટ, તા., ર૫ : શાપર-વેરાવળ પોલીસે જુનાગઢના નામચીન શખ્‍સને દેશી પિસ્‍તોલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્‍જ તથા પોલીસ અઘિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍યએ ગે.કા. રીતે હથીયાર રાખતા તેમજ હથીયાર વેચનાર ઇસમો ઉપર વોચ રાખી કેસો કરવા માટે સુચના આપેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.બી.રાણા તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન અના. લોકરક્ષક મનસુખભાઇ ચૌહાણની ખાનગી હકિકત આધારે શાપર ગામની સીમમાં ગોકુલ રેસીડેન્‍સી પ્‍લોટીંગ પાસેથી પરેશ ઉર્ફે બાદલ ઓઘડભાઇ મકવાણા, ઉ.વ.૨૪, ધંધો.મજુરી, રહે.જુનાગઢ જોષીપરા આદીત્‍યનગર-૨ નવરંગ હાઇસ્‍કુલની બાજુમાં જુનાગઢને દેશી બનાવટની પીસ્‍ટલ (હથીયાર) નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ  પરેશ ઉર્ફે બાદલ સામે શાપર-વેરાવળ અને જુનાગઢમાં અગાઉ લુંટ, મારામારી તથા પ્રોહીબીશન સહિતના ૯ ગુન્‍હાઓ નોંધાયા છે.

(1:27 PM IST)