<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

જામનગરના બાલંભામાં ૩, પીઠડમાં અઢી ઇંચ વરસાદઃ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘ મહેર

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. રપ :.. જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને ૩ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં બાલંભામાં ૩ ઇંચ પીઠડમાં અઢી ઇંચ અલીયાવાડા, મોટા ખડબા, ભલસાણ બેરાજા, ધ્રાફા, પરડવામાં એક ઇંચ વરસાદ પડયો છે.

પડાણા, ભણગોર, પીપરટોડા, મોડપર, હરીપર, જામવાડી, વાંસજાળીયા, સમાણા, મોટા પાંચ દેવડા, મોટી ભલસાણ, નિકાવા, ખરેડી, મોટા વડાળામાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત છેલ્લા ર૪ કલાકમાં કાલાવડમાં દોઢ ઇંચ, જામજોધપુર, જોડીયામાં પોણો ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ તથા જામનગર, ધ્રોલમાં ઝાપટા પડયા છે.

(1:56 PM IST)