News of Monday, 25th August 2025
ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ભુજમાં સાધુ સંતોનું ઉપવાસ આંદોલન : જુઓ વિડિયો
મહંત દેવનાથ બાપુનું અનશનનું એલાન, વારંવાર રજૂઆત બાદ સરકારે કોઈ કાર્યવાહી ન કરતા આંદોલન શરૂ, જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અનશન ચાલુ રાખવાની જાહેરાત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે કચ્છના એકલધામ મંદિરના મહંત દેવનાથબાપુએ અન્ય સંતો સાથે મળી ભુજમાં અનશન સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. કલેક્ટર કચેરી સામે ઊભી કરાયેલ ઉપવાસી છાવણીમાં ગૌ સેવકો દ્વારા ગૌમાતાને રાજયમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મહંત દેવનાથ બાપુએ અગાઉ ગુજરાત સરકારમાં ગૌમાતાને રાજયમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી અનેકવાર રજુઆત કરી છે. પરંતુ સરકાર તરફ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સાધુ સંતો અને ગૌપ્રેમીઓ દ્વારા અનશન અને ઉપવાસ આંદોલન છેડી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની લડતને વેગવંતી બનાવી છે. સમગ્ર કચ્છની સાથોસાથ ગુજરાતના પણ સાધુ સંતો દેવનાથ બાપુની લડતને સમર્થન આપી ચુક્યા છે. આજે પ્રથમ દિવસે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની આ લડતમાં વિવિધ સંસ્થાઓ, ગૌરક્ષકો, અને સાધુ સંતો જોડાયા હતા. જ્યા સુધી ગૌમાતા રાજયમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી મહંત દેવનાથ બાપુ એ ઉચ્ચારી છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
