News of Monday, 25th August 2025
ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે હાઈ વેવનું એલર્ટ જાહેર: દરિયામાં 3 થી 3.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા
વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સતર્ક: માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આજે હાઈ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દરિયામાં 3 થી 3.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રએ સતર્કતા દાખવી છે. માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ તંત્ર દ્વારા દરિયાકાંઠે રહેતા નાગરિકોને અવર-જવર ન કરવાની અપીલ કરવામાં આવી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
