News of Monday, 25th August 2025
બરડા ડુંગરમાં આવેલો ખંભાળા ડેમ ઓવરફ્લો થયો
૫૦ ગામના લોકોને પાણી મળી રહશેઃ આ ૫૪૬ MCFT ûામતા ધરાવતા ખંભાળા ડેમમાં ૬.૩૯ ક્યુસેક પાણીની આવક થઈ છે

પોરબંદર, તા.૨૫
પોરબંદર શહેર અને ગ્રમ્ય પંથકને પીવાનું પાણી પૂરૃં પાડતો ખંભાળા ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ૫૪૬ MCFT ક્ષમતા ધરાવતા ખંભાળા ડેમમાં ૬.૩૯ ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. ખંભાળા ડેમ રાણાવાવ તાલુકાના ૨૫ અને પોરબંદર તાલુકાના ૨૫ ગામોને પાણી પૂરું પાડે છે. ૫૦ ગામોના પાણી પૂરું પાડતો ખંભાળા ડેમ આજે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા શેહરના લોકોમાં ખુશી જોવા મળી છે. આ ડેમથી ૫૦ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહશે.
પોરબંદર અને રાણાવાવને પાણી પૂરું પાડતો ખંભાળા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી છે. આ ડેમમાં ૨૦૨૬ સુધી પીવાનું પાણી મળી રહે તેટલો સંગ્રહ થઈ ગયો છે. બરડા ડુંગરમાં આવેલો આ ડેમ આસપાસના ૫૦ ગામડાંને પીવા માટે પાણી પૂરૃ પાડે છે. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની આવક જોવા મળી છે. આ ૫૪૬ MCFT ક્ષમતા ધરાવતા ખંભાળા ડેમમાં ૬.૩૯ ક્યુસેક પાણીની આવક થઈ છે.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવક જોવા મળી રહી છે. બરડા ડુંગરમાં આવેલા ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આસપાસના ગામના લોકોને પીવાની પાણીની સમસ્યાનો નીકાલ થયો છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
