News of Monday, 25th August 2025
અમદાવાદ બાદ હવે ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બે વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને છરી બતાવી
વિદ્યાર્થીના પિતા દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશને જાણ કરાતા DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા થતા ભાવનગરમાં રહી ગયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર શહેરની ફાતિમા કોન્વેન્ટ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ 9માં ધોરણમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને છરી બતાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરના શિવાજી સર્કલ નજીક આવેલી ફાતિમા કોન્વેન્ટ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બે વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને છરી બતાવીને ડરાવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સ્ફુલમાં રીસેસ દરમિયાન પાર્કિંગમાં વિદ્યાર્થીએ છરી બતાવી હતી. વિદ્યાર્થીના પિતા દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશને જાણ કરાતા DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. સમગ્ર ઘટનાના પગલે શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ઘોઘારોડ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા.
વિદ્યાર્થીઓની છરી બતાવાની ઘટનાને લઇ શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીના વાલીને જાણ કરી પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યા છે. ઘટનામાં વિદ્યાર્થી કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર હોવાથી કાયદાના નિયમ મુજબ ફરિયાદ નોંધવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
