News of Monday, 25th August 2025
મોરબી મહાપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા કામગીરી હાથ ધરાઈ.
મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે દવાનો છંટકાવ, ફોગિંગ અને ડસ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ કરાઈ: લોકોને સાવચેતી દાખવવા અપીલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, મોનસુન કામગીરીના ભાગ રૂપે મોરબી મહાપાલિકાની મેલેરિયા શાખાએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે સઘન કામગીરી હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ટીમોએ ઘરે-ઘરે જઈને પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરી હતી અને જ્યાં મચ્છરોના પોરા જોવા મળ્યા હતા ત્યાં પોરાનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. આ ઉપરાંત, ખુલ્લી ગટરો અને વોકળામાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે દવાનો છંટકાવ, ફોગિંગ અને ડસ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
